નરસંડાના યુવકે નીલ ગાયને બચાવી સારવાર માટે મોકલી

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકાના નરસંડામાં આવેલા મહાદેવ નજીકના તળાવ પાસે કુતરાઓના હુમલાથી ઇજા ગસ્ત બનેલ નીલ ગાયને મુસ્લિમ યુવકે ભારે હિંમત કરી કુતરાઓથી બચાવી જીવ દયા ટીમ ને તેમને જાણ કરી સારવાર માટે મોકલી આપી છે આ યુવકની પ્રાણીઓ પ્રત્યેની લાગણીને બિરદાવામાં આવી હતી.
નડિયાદ તાલુકાના નરસંડામાં મસ્જિદ વાળા ફળિયામાં રહેતા ઇમરાન ખાન લિયાકાત પઠાણ ફીશ ફાર્મર તરીકે વ્યવસાય કરે છે તેમણે નરસંડા ગામ ના મહાદેવ મંદિર પાસે આવેલા તળાવને મચ્છી ઉછેર માટે રાખ્યો છે ગઈકાલે તેઓ આ સ્થળે આટો મારવા ગયા ત્યારે કેટલાક કુતરાઓ એક નીલ ગાયને શિકાર બનાવી રહ્યા હતા જેથી આ ઇમરાનખાને સામે કિનારે આ બનાવ બનતો હોય પોતાની નાવડીમાં બેસી સામે કિનારે પહોંચી જઈ કુતરાઓના હુમલામાંથી આ ગાયને બચાવી હતી ઇજાગસ નીલ ગાયને સારવાર માટે મોકલવી જાેઈએ તેવું માનીને તેમણે જંગલ ખાતામાં સંપર્ક કર્યો હતો અને ત્યાંથી મદદ લઈ નીલ ગાયને સારવાર માટે મોકલી હતી જીવદયા ની ટીમ આવે ત્યાં સુધી નીલગાય પાસે રહીને લગભગ અઢીથી ત્રણ કલાક કૂતરાઓથી રક્ષણ કર્યું હતું ઇમરાન ખાન પઠાણે નીલ ગાયને બચાવી સારવાર માટે મોકલતા પ્રાણીઓ પ્રત્યેની તેમની આ જીવ દયા ને જાગૃત નાગરિકોએ બિરદાવી હતી નરસંડા હમ દર્દ ગ્રુપ દ્વારા ઇમરાન ખાનની કામગીરીને બિરદાવવા માં આવી હતી