Western Times News

Gujarati News

પટ્ટા તથા ટ્રોલી બેગમાં સંતાડેલું ૬૦ લાખના સોના સાથે યુવક એરપોર્ટ પર પકડાયો

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, સુરત શહેરના એરપોર્ટ પરથી લાખ્ખો રૂપિયાની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ શારજહાંથી સુરત આવતા વિમાનમાં એક મુસાફર પાસેથી આંતરવસ્ત્રોમાં પાવડર સ્વરૂપે સોનાની દાણચોરી કરતા હોવાની વિગતના આધારે તેની તપાસ કરતા

તેના પટ્ટા તથા ટ્રોલી બેગમાં અલગ અલગ રીતે સંતળવામાં આવેલું ૬૦ લાખ રૂપિયાનું સોનું કબજે કર્યું છે. જ્યારે સુરત શાહજહાં ફ્લાઈટ દાણચોરો માટે આશિર્વાદરૂપ હોય તેવી ઘટના દર અઠવાડિયે સામે આવે છે.

ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગને કારણે ઘણાં સમય પહેલાં શારજહાંની એક ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ જાણે દાણચોરો માટે આશિર્વાદરૂપ બની હોય તેવા કિસ્સા દર અઠવાડિયે સામે આવતા હોય છે.

કસ્ટમ વિભાગને શારજહાંથી આવતી ફ્લાઈટમાં પાવડરનું સોનુ હોવાની બાતમી મળી હતી. તેના આધારે કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક યુવકના પેન્ટના કાળા કલરના બેલ્ટ તથા તેની ટ્રોલીની તપાસ કરતા તેમાંથી સોનાનો પાવડર મળી આવ્યો હતો. જાે કે, આ ઘટના જાેઈ કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા.

યુવકની વધુ તપાસ શરૂ કરતાં તેને આંતરવસ્ત્રોમાં પણ સોનું છુપાવ્યું હોવાની વિગતો સામે આવતા તમામ વસ્તુ એકત્ર કરતા અંદાજિત ૬૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શારજહાંથી અઠવાડિયામાં એક વખત સુરત આવતી ફ્લાઈટમાં જાણે ચોર આ પ્રકારે સોનાની મોટા પ્રમાણમાં તસ્કરી કરતા હોય તેવી વિગતો સતત કસ્ટમ વિભાગને મળતી હોય છે અને આવા લોકોને કસ્ટમ વિભાગ પકડી પાડતી હોય છે.

ત્યારે આંતરવસ્ત્ર સાથે બેલ્ટમાંથી મળી આવેલું સોનુ કબજે કરી આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત અઠવાડિયે પણ આ જ રીતે સોનાની કેપ્સ્યૂલ મળી આવી હતી. ત્યારે ફરી વખત ૬૦ લાખ રૂપિયાનો સોનાનો પાઉડર મળી આવવાની ઘટના સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.