થીયેટરની બહાર મોબાઈલને મૂકીને અંદર આવે તો મફતમાં પોપકોર્ન મળશે
(એજન્સી)પુર્ણ્યિા, જયારે ફિલ્મની વાત થાય ત્યારે પોપકોર્નની અચુક યાદ આવે જ પોપકોર્ન એક અવું ફુડ છે. જે ફિલ્મના એન્જોયમેન્ટ કમ્પલીટ કરે છ. પરંતુ તમે કયારેય વિચાર કર્યો છે. કે, ફીલ્મ જોતી વખતે મફતમાં પોપકોર્ની મજા માણવા મળે તો…એક દર્શક તરીકે આથી વિશેષ બીજું શું હોય શકે ? તમને વિશ્વાસ નહી આવે પરંતુ દેશની એઅક થીયેટરમાં અનોખી પહેલને શરૂઆત થઈ છે.
થીયેટર દ્વારા ફી પોપકોન આ વાત સાંભળીને તમને વિશ્વાસ થશે જે નહી પણ બિહારના પુણીયા જીલ્લામાં આવેલા રૂપબાણી થીયેટર દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. રૂપબાણી એક પ્રખ્યાત સિગલ સ્કીન છે.
પરંતુ હા, ખાસ જાણવા જેવી છે. કે પોપકોર્ન ઓફરનો સીધો સંબંધ તમારા મોબાઈલ ફોન સાથે છે. કેમ ? ચાલો જાણીએ. મોબાઈલ બહાર છોડવો પડશે હકીકતમાં આજકાલ મોબાઈલ લોકોને ઘેલું લગાડયું છે.
લોકો સતત તેના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. અને ઘણીવાર દર્શકો થીયેટરમાં મુવી જોવામાં ઓછું ધ્યાન આપે છે. અને તેમના મોબાઈલ ફોન પર વધુ ધ્યાન આપે છ. આ આદતને તોડવા માટે થીયેટરના માલીકે એક અનોખી પહેલ કરી છે. અને જે દર્શકો પોતાનો મોબાઈલ થીયેટરની બહાર મુકીને અંદર આવે છે. તેમને મફતમાં પોપકોર્ન આપવાનું શરૂ કર્યું છે.
પહેલા જ દિવસથી સારા પ્રતીસાદ પુણીયાના સીનેમાએ ફી પોપકોર્ન સ્કીમ શરૂ કરી છે. અને પહેલા જ દિવસથી તેને સારો પ્રતીસાદ મળી રહયો છે. થીયેટરોમાં લોકોની સંખ્યામાં વધારો કરવામાં પણ આ યોજના ઘણી અસરકારક સાબીત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ફીલ્મ જોતી વખતે દર્શકોની મોબાઈલમાં વ્યસ્ત રહેવાની આદતને તોડવામાં સીનેમાના આ અનોખા ઉદાહરણથી દેશના બાકીના સિનેમાઘરો કેટલા પ્રેરીત થાય છે.