લેબર કોન્ટ્રાક્ટરના ઘરમાંથી 12 લાખની મત્તાની ચોરી
વડોદરા, વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં લેબર કોન્ટ્રાક્ટર પત્ની સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતા ત્યારે તસ્કરો મકાનમાં ત્રાટક્યા હતા. તિજાેરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના મળી ૧૨.૨૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાપોદ પોલીસે ગુનો નોંધી તસ્કરોની હાથ ધરી છે. મૂળ દાહોદના અને હાલમાં વાઘોડિયા રોડ પર આવેલી જય મંગલ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર મજુભાઇ બારીયા લેબર કોન્ટ્રાકટર છે.
તેઓએ ફરીયાદ નોંધાવી છે કે છેલ્લા એકાદ મહીનાથી મારા માતા-પિતા ખેતીકામ અર્થે અમારા મુળ વતન મચાર ગામે ગયા હતા. હું તથા મારી પત્ની તથા દિકરી તા-૨૫/૧૦/૨૦૨૩ના જમી પરવારી રાત્રીના આશરે સાડા દસ વાગે અમારા મકાનના નીચેના મુખ્ય દરવાજાને તથા રૂમને તાળુ મારી ઉપરના માળે સુઇ ગયા હતા. બીજા દિવસે સવારના મારી દિકરીને સ્કુલ માટે તૈયાર કરવાની હોય નીચે આવતા
અમારા મકાનની લોખંડની જાળી તથા મકાનનો મુખ્ય લાકડાના દરવાજાનો નકુચો તુટેલ અને દરવાજાે ખુલ્લી હાલતમાં હતો. જેથી મે મકાનમા બેડરૂમના દરવાજાનું તાળુ તુટેલ હતું. બેડરૂમમાં રાખેલી લોખંડની તિજાેરીનુ લોક કોઇ સાધન વડે તોડેલ હતુ.
જેથી તસ્કરોએ મકાનમાં ચોરી કતી હોય મેં મારા પિતાને ફોન કરી બધી વાત કરતા મારા માતા-પિતા અમારા વતન દાહોદથી ઘરે આવેલ અને મારી માતા દ્વારા તિજાેરી ચેક કરતા તિજાેરીમાંથી સોના ચાંદીના દાગીના મળી ૧૨.૨૦ લાખની માલ મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.