આવાસમાંથી લોખંડના દરવાજા, બારી-બારણા અને ઢાંકણની ચોરી: અંદાજીત 2 કરોડનું નુકશાન
આવાસોમાં લગાવેલ લોખંડના બારી, બારણાં, ઇલેક્ટ્રિક વાયરો કાપીને તેમાંથી કોપરની ચોરી કરી ગયા તેમજ લિફ્ટમાં વપરાયેલ લોખંડ ઉપરાંત ગટરોના ઢાંકણા, ગટરોની પાઇપોની ચોરો ચોરી કરી ગયા.
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા રૂપિયા ૧૨ કરોડના ખર્ચે બે વિસ્તારોમાં કામદાર આવાસ યોજના અંતર્ગત કામદારો માટેના આવાસ બનાવવામાં આવ્યા હતા જેમાં નવા યાર્ડ વિસ્તારમાં રૂપિયા ૬ કરોડના ખર્ચે વર્ષ ૨૦૧૩માં બનાવેલ આવાસ બિલ્ડિંગમાંથી લોખંડના દરવાજા, બારીઓ તેમજ લીફ્ટમાં વપરાયેલ લોખંડ, ૫૦ ઉપરાંત ગટરોના ઢાંકણાની ચોરી કરીને લઈ ગયા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કામદારો માટેના આવાસ બનાવવામાં આવ્યા છે જેમાં ૬ કરોડના ખર્ચે નવા યાર્ડ વિસ્તારમાં કામદાર આવાસો માટેના ટાયરો ઉભા કરવામાં આવ્યા હતા. આવાસો બનાવ્યા પછી મ્યુનિસિપલ કોર્પાેરેશને આ આવાસો પાછળ ધ્યાન આપ્યું નહિં કે ત્યાં કોઈ સિક્યોરિટી ગોઠવવામાં આવી નહોતી જેને લઈને આવાસોમાં અસામાજિક તત્ત્વોએ પોતાનો અડ્ડો બનાવી લીધો. જે-તે સમયે આ કામદાર આવાસ યોજના બનાવવામાં આવી ત્યાર સ્થાનિક કોર્પાેરેટર પુષ્પાબહેને વિરોધ કર્યાે હતો.
છેલ્લા દસ વર્ષથી બનાવવામાં આવેલ આ આવાસોમાં લગાવેલ લોખંડના બારી, બારણાં, ઇલેક્ટ્રિક વાયરો કાપીને તેમાંથી કોપરની ચોરી કરી ગયા તેમજ લિફ્ટમાં વપરાયેલ લોખંડ ઉપરાંત ગટરોના ઢાંકણા, ગટરોની પાઇપોની ચોરો ચોરી કરી ગયા. આ અગાઉ જે-તે સમયે આવાસ બનાવવામાં આવ્યા તેના થોડા મહિનાઓ પહેલાં કરોડો રૂપિયાના લોખંડની ચોરી થઈ હતી ત્યારે કોર્પાેરેશન દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નહિ
અને ફરીવાર રૂપિયા ૨ કરોડના ખર્ચ કરી આ આવાસોમાં લોખંડની બારી, બારણા, લિફ્ટ, ગટરોના ઢાંકણા બેસાડવામાં આવ્યા ત્યારબાદ અહીં કોઈ જ સિક્યોરિટીની વ્યવસ્થા જાળવણી માટે મૂકવામાં આવી નહોતી જેને પગલે ફરી ચોરોએ આ આવાસ યોજના મકાનોમાંથી લોખંડના બારી, બારણાં, ગટરોના ઢાંકણા, પાઈપો, ઇલેક્ટ્રિક વાયરોમાંથી કોપર કાઢીને અંદાજે ૧.૫૦થી ૨ કરોડની ચોરોએ ચોરી કરી ગયા હતા.