…તો ભાજપને ૪૦૦થી વધુ બેઠક મળશે : સામ પિત્રોડા
નવી દિલ્હી, લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં હાલ ૪ મહિનાનો સમય બાકી છે અને ભાજપે તૈયારીઓ ઝડપી બનાવી છે. જ્યારે કોંગ્રેસ તૈયારીની જગ્યાએ અત્યારથી ઈવીએમ પર સવાલો ઊઠાવા લાગી છે. પાર્ટી નેતા સામ પિત્રોડાએ ગુરુવારે કહ્યું કે જાે ઇવીએમની ખામીઓને દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ૪૦૦થી વધુ સીટ જીતી જશે.
તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ સતત એવા આરોપોને ફગાવી દે છે તેમ છતાં વિપક્ષના નેતા અનેકવાર ઈવીએમ પર સવાલો ઊઠાવતાં રહે છે.
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતા પણ એવી માગ કરે છે કે ઈવીએમથી આવનારા ૧૦૦ ટકા વોટમાં વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવે.
આટલું જ નહીં વીવીપેટની આ રિસીપ્ટને બોક્સમાં ન રાખવામાં અને એની જગ્યાએ મતદારોને આપવામાં આવે.
તેમણે કહ્યું કે મેં રામમંદિર અંગે જે વાત કહી હતી તેને પણ મારી મચડીને રજૂ કરવામાં આવી. હું એમ કહેવા માગતો હતો કે ધર્મ અંગત મામલો છે અને તેને રાજનીતિ સાથે જાેડવામાં ન આવે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે તેમણે કહ્યું હતું કે મને દુઃખ થાય છે કે આખા દેશમાં રામમંદિરને લઈને ચર્ચા થઇ રહી છે. તેમણે રાહુલ ગાંધીની મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રા અંગે કહ્યું કે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આપણે નક્કી કરવું પડશે કે આપણે આપણા દેશનું ઘડતર કઈ રીતે કરવું છે. ૨૦૨૪ની ચૂંટણી ભારતનું ભવિષ્ય નક્કી કરશે. SS2SS