Western Times News

Gujarati News

ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે પહેલા એન્જિનિયર હતા

મુંબઈ, ઘણા ફિલ્મ સ્ટાર્સ શિક્ષણથી એન્જિનિયર હતા. બોલિવૂડમાં સ્થાન બનાવતા પહેલા કેટલાકે મ્.્‌ીષ્ઠર ડિગ્રી પૂર્ણ કરી હતી અને પૂરું કર્યા પછી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને કેટલાકે બોલિવૂડ માટે તેમની નોકરી છોડી દીધી. ભારતમાં ૧૫ સપ્ટેમ્બર (એન્જિનિયર્સ ડે ૨૦૨૩)ના રોજ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે.

આ અવસર પર જાણીએ આવા બોલિવૂડ સ્ટાર્સ વિશે, જેમણે પહેલા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને હવે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના માતા-પિતા ડોક્ટર છે. બંનેની ઈચ્છા હતી કે કાર્તિક ડોક્ટર કે એન્જિનિયર બને. પરંતુ કાર્તિક એક્ટર બનવા માંગતો હતો. તેમણે નવી મુંબઈમાં સ્થિત ડ્ઢ.રૂ. પાટિલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું.

પછી તેણે પોતાના ક્લાસ પણ છોડ્યા અને ઓડિશન માટે જવા માટે બે કલાકની મુસાફરી કરી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે તેણે મોડેલિંગમાં કારકિર્દી બનાવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ તે ફિલ્મ ‘ગદર ૨’માં જાેવા મળી હતી.

અમીષાએ મુંબઈ સ્થિત કેથેડ્રલ અને જાેન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે ૧૯૯૨-૯૩માં તેની શાળાની હેડ ગર્લ હતી. ૧૨મી પછી, તેણે અમેરિકાના બોસ્ટન સ્થિત પ્રખ્યાત ટફ્ટ્‌સ યુનિવર્સિટીમાંથી બાયોજેનેટિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. બે વર્ષ સુધી આ કોર્સનો અભ્યાસ કર્યા પછી, તેમણે અર્થશાસ્ત્રમાં ટ્રાન્સફર લીધી હતી.

આર માધવને જમશેદપુરની ડીબીએમએસ અંગ્રેજી શાળામાંથી અભ્યાસ કર્યો છે. ત્યાર પછી તેણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સમાં મ્.જીષ્ઠ ડિગ્રી લીધી હતી. તે આર્મી ઓફિસર બનવા માંગતો હતો. તેમના કોલેજના દિવસો દરમિયાન, તેમની ગણના મહારાષ્ટ્રના શ્રેષ્ઠ દ્ગઝ્રઝ્ર કેડેટ્‌સમાં થતી હતી. તેણે બ્રિટિશ આર્મી, રોયલ નેવી અને રોયલ એરફોર્સ સાથે ટ્રેનિંગ પણ લીધી છે. જાેકે, સેનામાં જાેડાવાનું તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં અને ભાગ્ય તેને બોલીવુડમાં લઈ આવ્યું.

તાપસી પન્નુએ પોતાના શાનદાર અભિનયના આધારે થોડા જ સમયમાં એક ખાસ ઓળખ બનાવી હતી. તેણે દિલ્હીના અશોક વિહાર સ્થિત માતા જય કૌર પબ્લિક સ્કૂલમાંથી ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો છે. પછી ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી.

વિકી કૌશલ બોલિવૂડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક છે. તેણે મુંબઈની શેઠ ચુન્નીલાલ દામોદરદાસ બરફીવાલા હાઈસ્કૂલમાંથી ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો. તે પછી તેણે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી લીધી. તેને નાનપણથી જ નાટક, સ્કીટ વગેરેમાં રસ પડવા લાગ્યો. એન્જિનિયરિંગના બીજા વર્ષમાં ઉદ્યોગની મુલાકાત દરમિયાન, તેને સમજાયું કે તે નિયમિત ૯ થી ૫ નોકરી કરી શકશે નહીં.

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને દિલ્હીના આરકે પુરમ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ૧૨મા ધોરણ પછી તેણે નોઈડા સ્થિત જેપી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં એડમિશન લીધું હતુ. ત્યાંથી કૃતિએ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં B.Tech ડિગ્રી મેળવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.