એએમટીએસમાં ઈલેકટ્રીક બસ નથી છતાં પ કરોડમાં ચાર્જીગ સ્ટેશન બનાવાશે
જમાલપુર ડેપો ખાતે ચાર્જીગ સ્ટેશન સ્થાપવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએઅસમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગની સીસ્ટમ નાખવા માટે કમીટી સમક્ષ રૂા.૪.૮૭ કરોડના ખર્ચે ચાજીગ સ્ટેશન તૈયાર કરવા માટેની દરખાસ્ત રજુ કરાઈ છે. આઅ ચાર્જીગ સ્ટેશન બનાવવા માટે ર.૬પ કરોશડની અંદાજ વ્યકત કરવામાં આવ્યો હતો. જે દરખાસ્ત બાદ તેઓ બમણો વધારો કરી કમીટીમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
મ્યુનિ.વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈ પ્રોજેકટ માટે ભાવનો અંદાજ વ્યકત કરવામાં આવે ત્યાયરે તેના કરતાં ૧૦ થી ૧પ ટકાનો વધારો થતો હોય છે. જજાેકે એએમટીએસમાં કરવામાં આવેલી દરખાસ્તમાં ર.૬પ કરોડના અંદાજમાં વધારો થઈને રૂ.ર.૬૦ કરોડના વધારા સાથે ૪.૮૮ કરોડની દરખાસ્ત થઈ છે. આ દરખાસ્ત થઈ છે. આ દરખાસ્ત જાગ ડીઝાઈનસ મારફતે તૈયાર કરવામાં આવી હતી.
જેમાં એકસ્ટ્રા આઈટમ સહીત રીવાઈઝ એઅબસ્ટ્રેકટ ૪૮૭પ૪૧૩૦ના ભાવને બહાલી આપવામાં આવી છે. જયાયરે તેમાં જુનું બાંધકામ તોડીને લઈ જવાના રૂ.રપ હજાર બાદ લેવામાં આવશે. જયારે આ કામ યુમેશ કન્સ્ટ્રકશન એલએલપીને આપવાની દરખાસ્ત્ એએમટીએસ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી છે. નોધનીય છે કે, એએમટીએસ થોડા સમયય અગાઉ તેના બસ ડ્રાઈવર અને કંડકટરને યુનિફોર્મ માટે લાખોનો કોન્ટ્રાકટરની દરખાસ્ત મંજુર કરી હતી.