અરવલ્લી જિલ્લાના ૬૮૮ ગામો વચ્ચે ગણીને ૩ ફાયર ફાઈટરો જ છે
અરવલ્લીમાં જિલ્લા સ્તરનું ફાયર સ્ટેશન શરૂ કરવા લોક લાગણી
મોડાસા, અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના કારણો બની રહયા હોઈ આગના બનાવો વધી રહયા છે. તાજેતરમાં મોડાસા નગરથી નજીક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. તેવી વિકરાળ આગ જીલ્લામાં અગાઉ કયારેય લાગી નથી.
આ ગોઝારી આગની હોનારત ઘટનામાં કરોડો રૂપિયાના નુકશાનની સાથે ૪ માનવીના કરૂણ મોત નીપજયા હતા. હવે વહીવટી તંત્ર જાગૃત થઈ નોટીસો સહીતના ફાયર સેફટી અંગેના પગલાં ભર્યા છે.
આ આગની ભયજનક ઘટના બાદ ફાયર સેફટીની પુરતી સગવડોના મામલે સવાલો થઈ રહયાં છે. અઅનેક ઔધોગગીક એકમોમાં ફાયર સેફટીની પુરતી સુવિધાથી નથી. પરંતુ તંત્ર પણ આગ લાગવાથી વિકરાળ સમસ્યાઓ વચ્ચે વામણું સાબીત થાય છે. અરવલ્લી જીલ્લામાં મોડાસા નગરપાલિકા પાસે ૧ ફાયર ફાઈટર અઅને એક બાઉઝર છે.
અને બાયડના નગરપાલિકા પાસે એક મીની બાઉર છે. એટલે જીલ્લા ૬૮૮ ગામડાંઓ માટે માત્ર ૩ ફાયર ફાઈટરની સુવિધા છે. કયાંય પણ આગ લાગગે તો મોડાસાથી ફાયર ફાઈટર દોડાવયા છે. આગ લાગવાના બનાવો સૌથી વધુ બને છે. જયારે સુવિધા નામે મીડું છે.
એટલું જ નહી અરવલ્લી જીલ્લામાં ડીસ્ટ્રીકટ ફાયર ઓફીસર જ નથી. આ જગ્યા હજુ સુધી ભરાઈ નથી. પાલીકાની ભરતી વિવાદોને લઈ ફાયર ઓફીસરની ભરતી ઘોચમાં પડી છે. અત્યારે આઉટ સોર્સથી કામ ચલાવાય છે.
અરવલ્લી જીલ્લાના ૬૦ કિલોમીટર વિસ્તારમાં આગ બુઝાવવા માટે મોડાસા પાલીકા-ર અને બાયડ પાલીકા-૧ મળી ૩ ફાયર ફાઈટર ઉપલબ્ધ છે. નવચરીત અઅરવલ્લી જીલ્લામાં ડીસ્ટ્રીકટ કક્ષાનું ફાયર સ્ટેશન નથી. મોડાસા પાલીકા ખાતે જીલ્લા કક્ષાના ફાયર સ્ટેશન શરૂ કરવા માટે દરખાસ્ત કરી હોવા છતાં હજુ સુધી નિર્ણય લેવાયો નથી.
મંજુરી આપવાની કામગીરી મંદ ગોકળ ગતિએ થતી હોઈ જીલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મોડાસા ખાતે શરૂ થયું નથી. આ કામગીરી ઝડપી કરી તાત્કાલીક જીલ્લા કક્ષાના ફાયર સ્ટેશન શરૂ કરવા જન માંગ છે.