Western Times News

Gujarati News

એક ગ્લાસ નાળિયેર પાણી પીવાના છે આટલા બધા ફાયદા

આપણા શરીરમાં ૬પ ટકા જેટલું પાણી હોય છે. જે આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. નાળિયેર પાણીમાં ૯૪ ટકા પાણી અને બહુ ઓછી માત્રામાં ચરબી હોય છે. આર્યુવેદના અનુસાર, નારિયેળ પાણી આપણી પાચનક્રિયા માટે એક ઉત્તમ સ્ત્રોત છે. નારિયેળ પાણીમાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા અનેક પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક નીવડે છે.

એક ગ્લાસ નારિયેળ પાણી એટલે કે રપ૦ ગ્રામ નારિયેળ પાણીમાં કેલરીનું પ્રમાણ અઢળક હોય છે. ૮ ગ્રામ સુગર, ૧૦.૪ ગ્રામ કર્બોહાઈડ્રેટ, સોડિયમ ૪૦૪ મિલી ગ્રામ. પોટેશિયમ ૦.પ ગ્રામ પ્રોટીન અને વિટામિન સી ર૪.૩ ગ્રામ જેટલું સમાયેલું હોય છે.

વજનને નિયંત્રિત રાખે છે ઃ વજન ઘટાડનાર વ્યક્તિ માટે નારિયેળ પાણી એક અદભુત વિકલ્પ છે. તેમાં ઓછી માત્રામાં ફેટ અને કેલરી સમાયેલી હોય છે અને સાથે સાથે તે મેટાબોલિઝમને પણ ઘટાડે છે.

ડાયાબિટિસને અંકુશમાં રાખે છે ઃ નારિયેળ પાણીમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે તે બ્લડ ગ્લુકોસના લેવલને નિયંત્રિત રાખે છે જેથી શરીરમાં સુગર બરાબર પાચન થાય છે લો સુગર લેવલ હોય તો નારિયેળ પાણીમાં સમાયેલ મેગનેશિયમ ઈન્સુલિન સેન્સિટિવિટીને બહેતર બનાવે છે.

હાર્ટ માટે લાભદાયક ઃ નારિયેળ પાણી હ્દય માટે હેલ્ધી માનવામાં આવે છે તે બેડ કોલેસ્ટ્રોલને ઓછા કરીને ઈન્ટરનલ ઓર્ગનની પણ રક્ષા કરે છે.

કિડનીની પથરીથી રાહત ઃ કિડનીમાં પથરી થવાનું સામાન્ય કારણ વ્યક્તિનું પાણી પીવાનું પ્રમાણ ઓછું હોય છે. નારિયેળ પાણીમાં ૯૪ ટકા પાણી સમાયેલું હોવાથી તે શરીરને હાઈડ્રેટ રાખે છે. નારિયેળ પાણી પોટેશિયમ સાઈટ્રેટ અને કલોરાઈડ જેવા વધારાના તત્વોને પેશાબ વાટે બહાર ફેંકવામાં મદદગાર છે. પરિણામે કિડનીની પથરીનું જોખમ ઓછું થાય છે.

ત્વચાને સુંદર કરે ઃ નારિયેળ પાણી ડેમેજ Âસ્કન સેલથી બચાવે છે અને ત્વચાને હાઈડ્રેટ રાખે છે નયણાકોઠે પાણી નારિયેળ પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે તેમજ સનબર્ન જેવી સમસ્યાથી દુર રાખે છે.

પાચનક્રિયા સુધારે ઃ આયુર્વેદમાં નારિયેળ પાણીને પાચનક્રિયા માટે ઉત્તમસ્ત્રોત માનવામાં આવે છે તેનામાં સમાયેલા પોષક તત્વો શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે જેથી પાચનક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે. શરીરને ડિટોક્સ કરે છે ઃ ગ્રીન ટી અથવા ગરમી પાણીના સેવનથી શરીરને ડિટોકસ ન કરવા માંગતા હોય તો નારિયેળ પાણી એક ઉત્તમ પીણું પુરવાર થયું છે.

શરીરને ડિટોકસ કરવા માટે એક ગ્લાસ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. મૂત્રમાર્ગને ઈન્ફેકશનના જોખમથી દૂર રાખે છે. યુરિન ટ્રેક યુરિનમાં બેકટેરિયલ ઈન્ફેકશનને વધારો આપે છે જેથી કિડની નબળી થવાની શકયતા રહે છે નારિયેળ પાણી એક કુદરતી મૂત્રવર્ધક છે જે પેશાબની માત્રા વધારે છે જેથી કિડની ફંકશન વ્યવસ્થિત રીતે થાય છે.

માનસિક તાણ ઓછી કરે છે ઃ નારિયેળ પાણી ફકત શારીરિક જનહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નારિયેળ પાણી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે જેથી માનસિક તાણ ઓછી થાય છે.

પેટની તકલીફ દૂર કરે છે ઃ એસિડિટી, પેટમાં બળતરા જેવી તકલીફો થતી હોય તો નારિયેળ પાણી આ સમસ્યાને જડથી નાબૂદ કરવામાં સક્ષમ છે. પેટની સમસ્યા મોટાભાગે ખરાબ પાચનક્રિયા અથવા પાણીની કમીને કારણે થતી હોય છે. એક ગ્લાસ નાળિયેર પાણી શરીરને ભરપુરમાત્રામાં હાઈડ્રેટ રાખવાની ક્ષમતા ધરાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.