બ્રિટનમાં ફળો અને શાકભાજીઓની સર્જાઈ છે ભારે અછત
લંડન, બ્રિટનની અર્થવ્યવસ્થા હાલના દિવસોમાં મંદીમાંથી પસાર થઈ રહી છે. એ કારણે આ દેશ વર્તમાનમાં રહેવા માટે યોગ્ય નથી. બ્રિટિશ લોકોને જીવન નિર્વાહ માટે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવે ખાદ્ય સામગ્રીનું સંકટ પણ ઊભું થઈ ગયું છે.
એવામાં બ્રિટને ફળો અને શાકભાજીનું રેશનિંગ શરૂ કરી દીધું છે. આ રેશનિંગને યુકેમાં બે સૌથી મોટા સુપરમાર્કેટ- મોરિસન અને એસ્ડાએ લાગુ કર્યા છે. તે અંતર્ગત ટામેટાં, બટેટાં, મરચાં, લેટીસ (એક જાતની પત્તાવાળી કોબી જેવી શાકભાજી) અને બ્રોકલી જેવી જલદી ખરાબ થઈ જતી વસ્તુઓની ખરીદી પ્રતિબંધિત કરી દેવાઈ છે.
દરેક ગ્રાહક તેમાંથી માત્ર બે કે ત્રણ વસ્તુ જ ખરીદી શકે છે, વધારે નહીં. સોશિયલ મીડિયા પર પણ બ્રિટનના સુપરમાર્કેટમાં શાકભાજીના ખાલી પડેલા રેકની તસવીરો શેર કરવામાં આવી રહી છે. બ્રિટનના ત્રીજા સૌથી મોટા સુપરમાર્કેટ એસ્ડાએ સૌથી પહેલા પ્રતિબંધ લગાવ્યો.
તે પછી બુધવારે મોરિસને પણ પોતાના ગ્રાહકો માટે આવો જ નિયમ લાગુ કરી દીધો. પૂર્વ લંડન, લિવરપૂલ અને બ્રિટનના અન્ય ભાગોમાં શાકભાજીની ભારે અછત છે.
એસ્ડાના ગ્રાહકો ટામેટાં, મરચાં, કાકડી, લેટ્યૂસ, સલાડ બેગ, બ્રોકલી, ફુલાવર અને રાસબરી જેવી વસ્તુઓ માત્ર બે કે ત્રણની સંખ્યામાં જ ખરીદી શકશે. ટેલીગ્રાફ યુકેના એક રિપોર્ટ મુજબ, બુધવારે મોરિસને ગ્રાહકનો વધુમાં વધુ બે ટામેટાં, કાકડી, સલાડ અને મરચાં ખરીદવાની મંજૂરી આપવાનો ર્નિણય લીધો ચે. અન્ય સુપરમાર્કેટ પણ આ પ્રકારના પગલાં લેવાનું વિચારી રહ્યાં છે.
બ્રિટનમાં ભીષણ ઠંડીના કારણે સ્થાનિક ખેતી સંકટમાંથી પસાર થઈ રહી છે. તેની અસર પાકના ઉત્પાદન પર જાેવા મળી છે. આ દરમિયાન વિદેશોથી પાકની ઓછી કરવામાં આવતી હોવાથી બ્રિટનમાં અનાજનું સંકટ વધી ગયું છે.
યુનાઈટેડ કિંગડમ દર વર્ષે શિયાળામાં કાકડી અને ટામેટાં જેવી લગભગ ૯૦ ટકા વસ્તુઓની આયાત કરે છે. શિયાળા અને વસંત દરમિયાન સુપરમાર્કેટ માટે સ્ટોક રાખવો મહત્વપૂર્ણ છે. બ્રિટન આ મહિના દરમિયાન મા૬ પાંચ ટકા ટામેટાં અને ૧૦ ટકા સલાડનું ઉત્પાદન કરે છે અને બાકીને વિદેશોમાંથી ખરીદે છે.
જાેકે, દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ખરાબ મૌસમે ઘણા પાકની લણણીમાં અડચણ ઊભી કરી છે. મોરક્કો અને સ્પેન, જે સદીઓથી બ્રિટનના અગ્રણી આપૂર્તિકાર રહ્યા છે, તે અસાધારણ ખરાબ મૌસમનો સામનો કરી રહ્યા છે.SS1MS