APMCમાં ડુંગળીને લઇને ચિંતાનો માહોલ
અમદાવાદ, સમગ્ર રાજ્યમાં ભાવનગર જીલ્લામાં સૌથી મોટું ડુંગળીનું ઉત્પાદન થાય છે. હાલમાં ડુંગળીના વાવેત્તર બાદ ડુંગળી ખૂબજ મોટા પ્રમાણમાં ભાવનગર અને મહુવા યાર્ડમાં વેચાવા આવી ગઈ છે. અને હજુ નવી ડુંગળી પણ વેચાણ માટે સતત આવી રહી છે.
આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને ડુંગળીનો ઉતારો ઓછો આવ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લામાં ખૂબજ મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી ડુંગળીની આવક યાર્ડમાં વેચાણ માટે ખુબજ સારી થઈ રહી છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબજ સારા હતા.
પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે. ડુંગળીના ભાવ સાવ તળીયે પહોંચી જતા ભાવનગર જીલ્લાના ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
હાલ સૌરાષ્ટ્રની અંદર ડુંગળીની મોસમ બદલાઈ રહી છે. જેને લઈને ડુંગળીની ઉપજ અને પકવતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે. હાલ ડુંગળીના ભાવ નીચા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતો પાઈમાલ થવાની અણીએ આવી ચૂક્યા છે. હાલ ડુંગળી ૧૦૦થી ૨૯૩ રૂપિયાના ભાવે વેચાય છે.
ડુંગળી પકવવાનો ખર્ચ તેમજ ખાતર બિયારણ સાથે સાથે મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન બધું જ ભેગું કરીએ તો ડુંગળીના ભાવ અત્યારના ૪૦%થી પણ નીચે આવી રહ્યાં છે. જાે આવા ભાવે ડુંગળી વેચાય તો ખેડૂત લાચાર બની જશે અને સામે આવકમાં પણ ઘટાડો જાેવા મળશે.
આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ૧૧૬૩૮૨ નંગ લાલ ડુંગળીના થેલાની આવક થઈ છે. તેમજ ૩૯૧૯૮ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ છે, પરંતુ ભાવ સાવ નીચા તળિયે છે. લાલ ડુંગળીના ભાવ રૂ.૧૦૦થી લઈને ૨૯૩ સુધી છે. જાે આજ ભાવ રહ્યાં તો આવનાર દિવસોમાં ડુંગળી પકવતા ખેડૂતોએ ડુંગળીની ખેતીમાટે વિચારવું પડશે.
સરકાર આવનાર દિવસોમાં ડુંગળી ઉપર થોડું ધ્યાન આપે અને ટેકાના ભાવે ડુંગળી વેચાય તો ખેડૂતો મંદિના માહોલમાંથી બહાર આવી શકે. હાલ તો મંદીના માહોલમાં ડુંગળી પણ મંદિમાં ચાલતી હોય તેવું માર્કેટ યાર્ડમાં જાેવા મળ્યું છે.SS1MS