દેશમાં પ્રેમ છે પરંતુ મીડિયા અને અમુક લોકો નફરત ફેલાવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરી ચૂકી છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ યાત્રા લાલ કિલ્લા પર પહોંચી હતી. હવે ૯ દિવસના બ્રેક બાદ ૩ જાન્યુઆરીથી ફરી શરૂ થશે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.
પવન ખેડાએ રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવા પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ વર્ષે ૨૦૨૪ જ નક્કી કરશે. જાેકે, જાે અમને પૂછવામાં આવે તો ચોક્કસપણે તેમણે વડાપ્રધાન બનવુ જાેઈએ. આજે આ યાત્રા સવારે ૬ વાગે ફરીદાબાદથી શરૂ થઈ જે બાદ હરિયાણાથી દિલ્હી પહોંચી.
દિલ્હી પહોંચવા પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં પ્રેમ છે પરંતુ મીડિયા અને અમુક લોકો નફરત ફેલાવી રહ્યા છે. આ યાત્રામાં પ્રેમ છે અને અમે શ્રીનગરમાં તિરંગો ફરકાવીશુ. આ યાત્રા મોંઘવારી, બેરોજગારી, ડર અને નફરત વિરુદ્ધ છે. આ દરમિયાન તેમણે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે તેમની તમામ નીતિઓ ડર ફેલાવનારી છે જેનાથી દેશમાં નફરત ફેલાવી શકાય.