Western Times News

Gujarati News

દેશના આ પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન નથી થયું. ૭૦ વિધાનસભા બેઠકો વાળી કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી છે. જો કે, દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા શૂન્ય હોય.

દેશમાં ઓછામાં ઓછા ૪ રાજ્યોમાં કોંગ્રેસની પાસે એક પણ ધારાસભ્ય નથી. જેમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. આ સિવાય સિક્કિમ, નાગાલેન્ડમાં પણ કોંગ્રેસને શૂન્ય બેઠક છે. જ્યારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં એક-એક બેઠક કોંગ્રેસ પાસે છે.

આંધ્રપ્રદેશમાં ૨૦૨૪માં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક પર જીત મળી ન હતી. પાર્ટીના વધુ પડતા ઉમેદવારો ત્રીજા નંબરે અથવા તો જમાનત જપ્ત કરાવી બેઠા હતા. આંધ્રપ્રદેશમાં NDA ગઠબંધન પાસે ૧૬૪ ધારાસભ્ય છે. જ્યારે વિપક્ષી રૂજીઇની પાસે ૧૧ ધારાસભ્ય છે. રસપ્રદ વાત એ છે કે, આંધ્રપ્રદેશમાં વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં રહી છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ૨૯૪ બેઠક છે. ૨૦૨૧માં મે મહિનામાં અહીં ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ અહીં લેફ્ટ ફ્રન્ટની સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેને જીત ન મળી શકી. બંગાળમાં પહેલીવાર કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને પાર્ટીની પાસે ૨૨૪ ધારાસભ્ય છે. ત્યારે વિપક્ષી ભાજપ પાસે અહીં ૬૬ ધારાસભ્ય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.