યુદ્ધવિરામ સમજૂતીમાં સમાપ્તિની તારીખ નથી: ભારતીય સેના

નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ રવિવાર, ૧૮મેની સાંજે સમાપ્ત થાય તેવા અહેવાલ અંગે સ્પષ્ટતા કરતાં ભારતીય સેનાએ રવિવારે જણાવ્યું હતું કે આશરે એક સપ્તાહ પહેલા ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે યુદ્ધવિરામ અંગે થયેલી સમજૂતીની કોઈ સમાપ્તિ તારીખ નથી.
૧૨મેએ બંને દેશોના ડીજીએમઓએ તમામ લશ્કરી પગલાંને વિરામને ચાલુ રાખવાનો નિર્ણય કર્યાે હતો. મૂળમાં ૧૦મેએ ડીજીએમઓ સ્તરની વાતચીતમાં યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી. જોકે કેટલાંક મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે યુદ્ધવિરામ રવિવારને સાંજે પૂરો થાય છે. ઇન્ડિયન આર્મીએ એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે યુદ્ધવિરામની કોઇ સમાપ્તિ તારીખ નથી.
૧૨મેએ ડીજીએમઓ સ્તરની વાતચીતમાં યુદ્ધવિરામનો નિર્ણય કરાયો હતો અને તે ચાલુ છે.આર્મીએ બંને દેશોના ડીજીએમઓ સ્તરે રવિવારે નિર્ધારિત હોવાની અટકળોને પણ ફગાવી દીધી હતી.
ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ ૧૨મેએ ફરીથી દુશ્મનાવટભરી લશ્કરી કાર્યવાહી ટાળવાના માર્ગાે પર ચર્ચા કરી હતી અને સીમા વિસ્તારોમાંથી બંને દેશોના સૈનિકોને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા પર વિચારણા કરવા સંમત થયાં હતાં. અગાઉ ૧૫એ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે, ૧૮મે સુધી યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હતો.SS1MS