ખંજવાળ-એલર્જી કે શીળસથી બહુ ડરવાની જરૂર નથી
આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે. શીતપિત્ત જ્યારે તેની ઉગ્ર અવસ્થામાં હોય ત્યારે દર્દીને તીવ્ર ખંજવાળ સાથે તૃષા, અરુચિ, ઊલટી, અંગોમાં ગૌરવ, સ્વેદ તથા બળતરા જેવાં લક્ષણો પણ જોવા મળે છે.
આવા લક્ષણો કફ તથા વાયુના પ્રકોપની અવસ્થા પ્રમાણે વધતા કે ઓછા પ્રમાણમાં હોય છે. આ શીતપિત્તને અર્ટીકેરીયા કહે છે. આ રોગ શરીરમાં એક સાથે ગરમી અને શરદીના પ્રભાવથી થાય છે. આધુનિક વિદ્વાનો તેનું કારણ એક પ્રકારની એલર્જીને માને છે. તેના વિકૃત માંસ, ઈંડાં, જીવજંતુનું કરડવું, ઔષધના રીએકશન, આહાર દ્રવ્યોની એલર્જી, ત્વચાના કોન્ટેક્ટમાં આવતા દ્રવ્યોની
એલર્જી, પેટના કૃમિઓ, શ્વાસોચ્છવાસ દ્વારા સેન્ટ, ધૂળ, કેમિકલ્સ, શરીરની અંદર જવાથી ઘણીવાર શ્વાસ બ્રોન્કીયલ અસ્થમા અને શરીર પર ચકામા પણ નીકળે છે. આ ઉપરાંત વધારે પડતો પ્રકાશ, તડકો, વરસાદમાં પલળવું, એટલે કે વધારે પડતી ઠંડીથી અને વધારે પડતા તડકાથી પણ શીતપિત્ત અર્ટીકેરીયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે ઉપર જોયું કે આયુર્વેદીય મતે કફ અને વાયુનો પ્રકોપ પિત્તની સાથે ભળીને શીતપિત્ત ઉત્પન્ન કરે છે.
આમા કફ અને વાયુના પ્રકોપના આંતરબાહ્ય અથવા આહારવિહારનાં અનેક કારણો હોય છે. શીતપિત્તમાં રોગીના શરીરે લાલ લાલ ચાંઠા અથવા ચકામાં નીકળે છે. જેમાં તીવ્ર ખંજવાળ હોય છે. આ વિકૃત્તિ બાળકો અને યુવાનોમાં વધારે જોવા મળે છે
આયુર્વેદ શાસ્ત્ર અને શીળસ, શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનું કહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફનું પ્રમાણ કંઈક અંશે વધારે જોવા મળે છે. ઉનાળા અને શિયાળા કરતાં વર્ષાઋતુમાં પણ તેનું પ્રમાણ વધારે હોય છે.
આયુર્વેદનું ચિકિત્સા સૂત્ર છે કે, રોગોત્પાદક મૂળભૂત કારણોનો ત્યાગ કરવાથી રોગ સ્વયં શાંત થઈ જાય છે. એટલે શીતપિત્તને ઉત્પન્ન કરતા મૂળભૂત કારણો કયા છે તે શોધીને દૂર કરવાં જોઈએ. જ્યારે આવા કારણો ખૂબ પ્રયત્ન કરવા છતાં જાણી શોધી ન શકાય, ત્યારે દર્દીએ નિમ્ન ઉપચારક્રમ કરવો જોઈએ. ધીરજપૂર્વક આ ઉપચાર કરવાથી શીતપિત્ત શાંત થઈ જાય છે. કફ અને વાયુનો પ્રકોપ કરાવતા આહાર વિહારનો ત્યાગ કરવો..
શીળસ થવાનાં કારણો અને ખોરાક કેટલાક પ્રોટિનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, સીંગ દાણા, ઈંડાં, જેલીફિશ, મટન, માછલી વગેરે ખાધા પછીથી. બાળકને રસીઓ આપવાથી, બહારનું લોહી ચડાવવાથી કે લોહીની બનાવટો ઈંજેક્શન રૂપે આપ્યા પછીથી આવું થાય તો તરત જ આપનાર ડોક્ટરને બતાવી દેવું. કેટલાક ખાટા, આથાવાળા, પડી રહેલા ખોરાક લેવાથી.
જીવજંતુઓ, મધમાખી, કીડી, મંકોડા, ભમરી વગેરેના કરડવાથી, પહેલાં કરડેલી જગ્યાએ લાલ ચાંઠા જેવું થાય છે, પછીથી આખા શરીરે શીળસ દેખાય છે. શરીરની પાચનશક્તિને નબળી કરતાં અને આમ જેવાં વિષાકત તત્વો પેદા કરતાં ખોરાકથી શીળસ જેવા એલર્જી ઉત્પન્ન થાય છે, જેમ કે ટામેટાના કોઈપણ સૂપમાં દૂધ ઉમરેવું, પાસ્તાના વ્હાઈટ સોસમાં દૂધ વપરાય તેમાં સોસ ઉમેરીને ખાવું, પંજાબી રેસિપીના શાકમાં ગ્રેવી માટે દૂધ વપરાય છે
ફ્રુટ્સ મિલ્ક શેક ક્રીમ સલાડ ચાઈનીઝ રેસિપીમાં દૂધપાક, બાસુદી ખાધા પછી છાશ પીવે છે. ક્યારેક સાથે દહીંવડા પણ ખાય છે. આવી ખાદ્ય ચીજોથી કદાચ તત્કાળ કોઈ વિક્રિયા પેદા થતી નથી, પરંતુ તેનાથી પેદા થયેલું ટોક્સિન વિષ શરીરમાં સંચિત એકઠું થાય છે. સંચિત થયેલાં વિષની માત્રા વધી જાય ભારે તે દેખા દે છે. દહીં શીંગદાણા, આથાવાળી ચીજો જેમ કે બ્રેડ, ઢોકળાં, ઈડલી, પિઝા, અમુક કઠોળથી પણ શીળસ વધુ ઉતેજીત થાય છે.
હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ થઈ શકે છે. ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના, ડાયપર, કૃત્રિમ રેસાનાં કપડાં, ડાઘા સાથેનાં કપડાં વગેરેના સંસર્ગથી તરત જ ચામડી પર ખંજવાળ ઊપડી લાલ ચાંઠા સાથે શીળસ થતી જણાય તો ખબર પડી જશે કે દર્દીને શેની એલર્જી છે.
માનસિક કારણો જેવાં કે તનાવ, દબાણ, ચિંતા, શોક વગેરેને લીધે પણ શીળસનો હુમલો વધતો જણાય છે. ચેપી રોગો, વાઇરસ, બેક્ટેરિયા, ફૂગ કે કેટલાક એકકોષી જીવોનો ચેપ લાગવાથી ચામડી પર શીળસ નીકળી શકે છે. કેટલીક કૌટુંબિક અને વારસાગત બીમારીઓથી પણ શીળસ થતી જણાય છે.
શીળસનાં ચિહ્નો અને નિદાન, દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાંઠા જોવા મળે છે. જે જુદી જુદી જગ્યાએ જુદા જુદા આકારના અને સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાય છે. પછી બાળક જેમ વલૂરે તેમ અંદર
વધારે ખંજવાળ આવે છે. સાથે સાથે મોં પર અને હોઠની આજુબાજુ સોજો આવે તેને એન્જિઓઈડીમા કહે છે, જે કોઈ વખત જોવા મળે છે, તો કોઈ કેસમાં જોવા મળતું નથી. શીળસ નીકળ્યા પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જાય છે કે દવાથી બેસી જાય છે.
સારવાર અને ઉપાયોઃ દર્દીને શીળસ શેનાથી થાય છે, એટલે કે એલર્જન પકડાઈ જાય પછી તેનાથી દૂર રહેવું એ પહેલી સારવારની શરત છે. કેટલાક કેસોમાં બાળકને શેની એલર્જી છે, તે પકડવું ખૂબ મુશ્કેલ હોય છે. વસંતઋતુ દરમિયાન લોકો આનાથી પરેશાન થઈ જાય છે તેને હે ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં દર્દીને આંખની ખંજવાળ, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી, ઉધરસ, શરદીથી પરેશાન થઈ જાય છે.
શીળસ તો રોજ સાંજે થાય છે. સવારે ઊઠવું ગમતું નથી,. ગેસ એસિડિટી ખૂબ રહે. ટ્રાવેલિંગ અને ખાવાના શોખીન ના કારણે બહાર જમવાનું વધારે થાય છે અને કામની વ્યસ્તતાને કારણે શારીરિક શ્રમ ખાસ કંઈ થતો નહીં.. સારવાર પછી પણ શીળસ એલર્જિક અર્ટીકેરીયા સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાતું નથી એવી ઘણાં દર્દીઓની ફરિયાદ હોય છે. અતિશય ખાંજવાળથી સ્કિન પણ કાળી થવા માંડેલી. કઈ ખાદ્ય ચીજથી એલર્જી થાય છે તે તપાસ કરવા માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવે છે અને કોઈ ચોક્કસ ખાદ્ય ચીજને શોધી તેની વિશેષ સારવાર કરવામાં આવે છે.
ઉપચાર ક્રમઃ સારિવાદ્યારિષ્ટ, ત્રણથી પાંચ ચમચીની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે પીવો. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવું. હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. લઘુવસંતમાલતી અધપક્વ રસને પચાવીને એલર્જી શીળસને મટાડે છે.
આવે વખતે નવા પ્રોટિનયુક્ત ખોરાક, દવાઓ, કોસ્મેટિક્સ, રસાયણો, કૃત્રિમ રેસાનાં કપડાં વગેરે તમામ બંધ કરવા પડે છે. શીળસ નીકળે પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જતી બીમારી છે, આમ, ચામડીની એલર્જી શીળસથી બહુ ડરવાની જરૂર નથી, પરંતુ તેની તકલીફો જોતાં એક વખત નિષ્ણાત ને બતાવી પાકું નિદાન કરાવવું જરૂરી છે. વિરુદ્ધ આહાર દ્રવ્યોનો ત્યાગ કરવો. દર્દીએ છાયામાં ખુલ્લી હવામાં રહેલું. સાજીખાર મિશ્રિત પાણી શરીરે લગાડવું અથવા સરસિયા તેલથી માલિશ કરવું અથવા જવખાર અને સિંધાલૂણ મેળવેલ સરસિયા તેલથી શરીર પર મર્દન કરવું. પા ચમચી
ત્રિકટુચૂર્ણ સાથે એક ચમચી સાકર મેળવી દિવસમાં ત્રણથી ચાર વાર લેવું. આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત મટે છે. દર્દીના દોષ અને પ્રકૃતિ પ્રમાણે ત્રિફળા, હિમેજ એરંડભૃષ્ટ હરીતકી સોનામુખીનાં પાન વગેરેથી કે મિશ્રણ રોજ લેવાથી પેટ સાફ થાય છે. નાકમાં ઘી લગાડવું એલજી શરદી ખાંસીમાં નાકની અંદર ઘી લગાડવાથી ધૂળ, રજકણ, પોલન નાક દ્વારા ફેફસાંમાં પ્રવેશીને ઉદવેગ ન મચાવે. સરસિયું શીળસ ઉપર સરસિયું લગાડવાથી સોજો અને ખંજવાળ ઝડપથી ઘટવા માંડે છે.