Western Times News

Gujarati News

બોલિવૂડમાં નેપોટિઝમ નથી, નહીંતર શાહરુખ-અક્ષય ન હોત?

દિગ્ગજ કોમેડિયનનું નિવેદન ચર્ચામાં

હું વર્ષાેથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. પરંતુ આજ સુધી હું મારા પરિવારમાંથી કોઈને પણ ઈન્ડસ્ટ્રીમાં તક ન અપાવી શક્યો

મુંબઈ,છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં નેપોટિઝમ પર ડિબેટ ચાલુ છે. અનેક સ્ટ્રગલિંગ સ્ટાર્સે પોતાની વાતચીતમાં કહ્યું છે કે, અમે બોલિવૂડમાં નેપોટિઝમનો શિકાર બન્યા છે. આ મુદ્દો દરેક વખતે ચર્ચામાં આવ્યો છે. હવે ફરી એક વખત નેપોટિઝમ પર વાત છેડાઈ છે. કોમેડી ફિલ્મોની ‘આત્મા’ રહેલા એક્ટર રાજપાલ યાદવે આ મુદ્દે પોતાના વિચારો મૂક્યા છે. તેમનું કહેવું છે કે, બોલિવૂડમાં કોઈ નેપોટિઝમ નથી. તાજેતરમાં જ રાજપાલ યાદવે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં નેપોટિઝમ પર વાત કર. તેમનું માનવું છે કે, જો ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ હોત તો કદાચ આજે શાહરુખ ખાન, પરેશ રાવલ જેવા એક્ટર્સ ન હોત.

આ સાથે જ એક્ટરે એ પણ કહ્યું કે, મારા પરિવારમાં આટલા લોકો છે પરંતુ હું આજ સુધીમાં કોઈને પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર ન બનાવી શક્યો. રાજપાલ યાદવે કહ્યું કે, ‘વિશ્વાસ કરો, બોલિવૂડમાં નેપોટિઝમ નથી. હું ખૂબ જ ઈમાનદારી સાથે કહેવા માગુ છું કે, જો નેપોટિઝમ હોત તો શાહરુખ ખાન, રાજપાલ યાદવ, પરેશ રાવલ, અનુપમ ખેર, અક્ષય કુમાર, જોની લીવર, સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, આ બધા લોકો કેવી રીતે હોત? જે છોકરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે, તેના ઘરમાં પણ બીજા ૫૦ લોકો હોય છે. પરંતુ માત્ર તે જ કેમ તેનો હિસ્સો બને છે? કારણ કે, તે હકદાર છે.’ રાજપાલ યાદવે આગળ કહ્યું કે, ‘હું વર્ષાેથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. પરંતુ આજ સુધી હું મારા પરિવારમાંથી કોઈને પણ ઈન્ડસ્ટ્રીમાં તક ન અપાવી શક્યો.

મને એક્ટિંગ કરતા ૩૮ વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી હું મારા પરિવારના કોઈ સભ્યને ઈન્ડસ્ટ્રીમાં નથી લાવી શક્યો. એટલા માટે હું ક્યારેય માનતો નથી કે નેપોટિઝમ જેવી કોઈ વસ્તુ હોય છે. જો તમને બોલિવૂડમાં કામ મળ્યું છે, તો તમે પ્રયાસ કરો કે, તમારા કામથી ઈન્ડસ્ટ્રીનું નામ વધુ આગળ વધે.’આ દરમિયાન રાજપાલે ફિલ્મી દુનિયામાં આવવાના પોતાના નિર્ણય વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, મારા પરિવારમાં કોઈએ મને એક્ટિંગ માટે નહોતું કહ્યું. ફિલ્મોમાં કામ કરવાનો મારો ખુદનો વિચાર હતો. હું આજે મારા બાળકોને એ જ શીખ આપું છું કે દરેક લોકો ફિલ્મો કે રમતગમતમાં કારકિર્દી નથી બનાવી શકતા. જો તમે તેમાં કારકિર્દી બનાવવા માટે સક્ષમ હશો, તો જ તમે આગળ વધી શકશો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.