આતંકીઓ પર બેન લગાવવામાં રાજનીતિ ન થાય: યુએનમાં ભારતનો ચીનને જવાબ
ન્યૂયોર્ક, ચીને થોડા દિવસ પહેલા મુંબઈ ૨૬/૧૧ હુમલાના દોષી અને પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીર ને બ્લેક લિસ્ટ કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીનના આ પગલા બાદ ભાતે ફરી યુએનમાં આતંકવાદીઓને પ્રતિબંધ કરવામાં નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે.
સાજિદ મીર ભારતના સૌથી વોન્ડેટ આતંકવાદીઓમાંથી એક છે અને ૨૦૦૮ના મુંબઈ હુમલાનો મુખ્ય સંચાલક છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેમની લિસ્ટિંગ રોકી દીધી. ચાર મહિનાની અંદર બેઇજિંગ દ્વારા આ પ્રકારનું ત્રીજું પગલું ભરવામાં આવ્યું હતું.
પાછલા મહિને ચીને અમેરિકા અને ભારતના જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને બ્લેક લિસ્ટમાં મુકવાના પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જૂનમાં ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના અન્ય એક પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનએસસીમાં આ ઘટનાક્રમો તરફ ઈશારો કરતા કહ્યુ કે આવા આતંકીઓને કોઈ પ્રકારનું રાજકીય સંરક્ષણ ન આપવું જાેઈએ. તેમણે ઇશારા-ઇશારામાં ચીનની હરકત પર નિશાન સાધતા કહ્યું કે યુએનએસસીમાં હંમેશા દુનિયાના આવા ખુંખાર આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાને લઈને વિલંબ ભવિષ્યમાં દુનિયાના ઘણા દેશોની શાંતિ માટે ખતરો પેદા કરી શકે છે.
લશ્કર-એ-તૈયબાના પ્રમુખ અને ૨૬/૧૧ ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના સંબંધી અને અમેરિકા દ્વારા જાહેર આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને પણ બેઇજિંગે જૂન મહિનામાં અંતિમ સમયમાં સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદીઓની લિસ્ટમાં સામેલ કરવાના પ્રસ્તાવ પર ચીને પ્રતિબંધ લગાવી દીધો હતો.
ચીને એક અન્ય આતંકવાદી સાજિદ મીર ૨૦૦૬તી ૨૦૧૧ સુધી લશ્કરના બહારના આતંકી અભિયાનનો પ્રભારી હતો. જેને અમેરિકાએ એપ્રિલ ૨૦૧૧માં મુંબઈ ૨૦૦૮ના હુમલા માટે દોષી ઠેરવ્યો હતો તેને સંયુક્ત રાષ્ટ્રના બ્લેક લિસ્ટમાં સામેલ કરવાના પ્રસ્તાવને અંતિમ સમયે નકારી દેવામાં આવ્યો હતો.HS1MS