ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત વચ્ચે નથી થયું સમાધાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Dhanush.webp)
મુંબઈ, સાઉથ સ્ટાર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ જાન્યુઆરી ૨૦૨૨માં ડિવોર્સ લેવાની જાહેરાત કરી હતી. જાહેરાતના મહિનાઓ પછી એટલે કે થોડા દિવસ પહેલા જ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, ધનુષ અને ઐશ્વર્યા પોતાના વચ્ચેના મતભેદો દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ડિવોર્સ લેવાનો ર્નિણય પડતો મૂકવાનું વિચારી રહ્યા છે.
આ સમાચાર સામે આવતાં ધનુષ અને ઐશ્વર્યાના ફેન્સ ખુશ થઈ ગયા હતા. પરંતુ કપલ તરફથી આ ડિવોર્સનો વિચાર માંડી વાળ્યો હોય તેવી કોઈ પુષ્ટિ નહોતી થઈ. હવે પ્રાપ્ત માહિતી અનુસાર, ઐશ્વર્યા અને ધનુષે પોતાનું મન નથી બદલ્યું.
માહિતી મુજબ, ઐશ્વર્યા અને ધનુષના સંબંધોમાં આવેલી ખટાશ દૂર નથી થઈ. મતભેદો ભૂલાવીને તેઓ એક થવા તૈયાર નથી, હાલ પૂરતા તો નથી જ. ધનુષ અને ઐશ્વર્યા બંને અલગ થવાના ર્નિણય પર મક્કમ છે. જાેકે, અલગ થવાનો અર્થ એ નથી કે કાયદાકીય રીતે ડિવોર્સ લઈને જ છૂટા પડી જવું.
મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં કેટલાય કપલ એવા છે જે વર્ષોથી અલગ રહે છે પરંતુ તેમણે ડિવોર્સ નથી લીધા. ઐશ્વર્યા અને ધનુષ ભલે અલગ થઈ ગયા હોય પરંતુ દીકરાઓના ઉછેરમાં કચાશ ના આવે તેની કાળજી લઈ રહ્યા છે. દીકરાઓ માટે થઈને તેઓ એકબીજાની સામે આવવામાં પણ ખચકાતા નથી.
થોડા સમય પહેલા જ અહેવાલ હતા કે ઐશ્વર્યા અને ધનુષ વારાફરથી દીકરાઓનું ધ્યાન રાખે છે અને કામનું શિડ્યુલ એવી રીતે ગોઠવે છે કે બંનેમાંથી એક તો છોકરાઓ સાથે રહી શકે. ઐશ્વર્યા અને ધનુષે ૧૮ નવેમ્બર ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. તેમણે દક્ષિણ ભારતીય રિવાજાે અને પરંપરા મુજબ લગ્ન કર્યા હતા.
તેમના બે દીકરાઓ છે લિંગા અને યાત્રા. જણાવી દઈએ કે, કપલે જાન્યુઆરીમાં એક જાેઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડતાં કહ્યું હતું કે, “એકબીજાના શુભચિંતકો, મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે ૧૮ વર્ષનો સંગાથ. અમારી આ સફર વૃદ્ધિ, સમજણ, ગોઠવણ અને સ્વીકૃતીની રહી છે.
આજે અમે એવા વળાંક પર ઊભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થયા છે. મેં અને ઐશ્વર્યાએ કપલ તરીકે અમારા રસ્તા જુદા કરવાનો ર્નિણય કર્યો છે અને વ્યક્તિગત રીતે પોતાને સારી રીતે સમજવા તરફ આગળ વધી રહ્યા છીએ. દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો, હવે ધનુષ ડાયરેક્ટર વેન્કી અતલુરીની ફિલ્મ ‘વાથી’માં જાેવા મળશે. બે ભાષામાં રિલીઝ થનારી ફિલ્મમાં ધનુષ શિક્ષકના રોલમાં છે.
ફિલ્મ ૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જાેવા મળશે. આ સિવાય ધનુષ અરુણ માથેશ્વરનની ફિલ્મ ‘કેપ્ટન મિલર’માં પણ લીડ રોલમાં દેખાશે. એક્શન-એડવેન્ચર ડ્રામામાં ૧૯૩૦ની પૃષ્ઠભૂમિ પર દર્શાવાશે.SS1MS