લગ્નમાં કેટરિનાની બહેનો અને વિકીના મિત્રો વચ્ચે થયો હતો ઝઘડો

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. આશરે બે વર્ષના રિલેશનશિપ બાદ બંનેએ ગત ડિસેમ્બરમાં રાજસ્થાના જાેધપુરમાં આવેલા ૪૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં શાહી અંદાજમાં સાત ફેરા લીધા હતા.
લગ્ન બાદ થોડા દિવસ માલદીવ્સમાં હનીમૂન માણ્યા બાદ તેઓ તેમની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે. આ દરમિયાન આપેલા ઈન્ટરવ્યૂમાં તેઓ એકબીજાના પરિવાર અને લગ્નની અંદરની માહિતી વિશે ખુલાસો કરતાં આવ્યા છે.
હાલમાં આવો જ એક ખુલાસો કરતાં લગ્નના દિવસે પોતાની બહેનો અને વિકી કૌશલના કેટલાક મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો હોવાનું કેટરીનાએ જણાવ્યું હતું. કેટરીના કૈફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ‘ફોન ભૂત’ હાલમાં જ રિલીઝ થઈ છે.
તેના પ્રમોશન માટે ટીમ કોમેડી કિંગ કપિલ શર્માના ‘ધ કપિલ શર્મા શો’ની મહેમાન બની હતી. લગ્નમાં સાળી અને સાળા જીજાજીના જૂતાં ચોરી તેની પાસેથી મોં માગી રકમ લેતા હોય છે.
શું કેટરીના અને વિકીના લગ્નમાં પણ આવું થયું હતું તેમ કપિલ શર્માએ જાણવાનો પ્રયાસ કરતાં એક્ટ્રેસે કહ્યું હતું ‘હકીકતમાં અમારા લગ્નમાં મોટી લડાઈ થઈ હતી.
મારી પાછળ મોટેથી મને અવાજ આવતો સંભળાયો હતો. જ્યારે મેં પાછળ વળીને જાેયું તો દરેક કોઈ જૂતાંને પોતાની તરફ ખેંચવા માટે લડી રહ્યું હતું. ત્યાં મારી બહેનો અને વિકીના મિત્રો હતા. તેઓ ખરેખર ઝઘડી રહ્યા હતા’. કોણ આખરે જીત્યું તેમ અર્ચના પૂરણ સિંહે પૂછતાં કેટરીનાએ કહ્યું હતું ‘ખબર નહીં, મેં પૂછ્યું નહોતું. કારણ કે, હું લગ્નમાં વ્યસ્ત હતી અને મને તે વિશે પૂછવાની તક પણ મળી નહોતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફની ફિલ્મ ‘ફોન ભૂત’ને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તે ખૂબ જલ્દી સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળવાની છે. આ સિવાય હાલ તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ કરી રહી છે.
તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ છે. બીજી તરફ, વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’માં વ્યસ્ત છે, જેમાં ઓપોઝિટમાં ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા છે. તેમજ તે ‘ગોવિંદા નામ મેરા’માં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર સાથે રોમાન્સ કરશે.SS1MS