Western Times News

Gujarati News

કરોડોનું નકલી જીરું ઘુસાડવાનો પ્લાન હતો ગુજરાતમાં, દિલ્હીમાં ફેક્ટરી ઝડપાઈ

દિલ્હીમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરીનો મોટો ભાંડા ફોડ થયો છે. આ નકલી જીરુ સુકા ઘાંસ, ચૂનાનો પથ્થર, ગોળના શિરામાંથી બનાવામાં આવતું હતું. આ સમગ્ર કાંડનો ખુલાસો દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંન્ચે કર્યો છે.

સૂત્રો દ્વારા મળતી જોણકારી અનુસાર, લગભગ ૨૮,૦૦૦ કિલોગ્રામ નકલી જીરું જપ્ત કરવામાં આવ્યું છે. (Over 28 tons of fake cumin seeds seized from Delhi factory bust) તહેવારની સિઝનમાં અને ગુજરાત ચૂંટણી દરમિયાન તેને ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન બનાવી રહ્યા હતાં.ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ટ્રકમાંથી નકલી જીરાના ૩૪૮ કોથળા જપ્ત કર્યા છે, તો વળી ગોદામમાંથી જીરાના ૫૫ કોથલા મળી આવ્યા છે.

જેનો વજન ૭૦ કિલો હોવાનું કહેવાય છે. તો વળી પોલીસે ઘાસના ૩૫ કોથળા જપ્ત કર્યા, જેનો વજન ૨૫ કિલો છે. સાથે ૪૦ લીટર ગોળનું ચાસણી અને ૫૦ કિલો ચૂનાના પથ્થરનો પાઉડર જપ્ત કર્યો છે. અધિકારીઓએ આઈપીસીની કલમ ૪૨૦/૨૭૨/૨૭૩ અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

જો કે, દિલ્હીથી ગુજરાત પહોંચાડે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યું છે અને સમગ્ર કાંડનો ખુલાસો કર્યો છે. જપ્ત કરવામાં આવેલા નકલી જીરાની અનુમાનિત કિંમત લગભગ ૧ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.