Western Times News

Gujarati News

પ્રતીક ગાંધીની ‘સ્કેમ’નો કોઈ લેણદાર નહોતો

મુંબઈ, હર્ષદ મહેતાએ ડિરેક્ટ કરેલી પ્રતિક ગાંધીની સિરીઝ ‘સ્કેમ ૧૯૯૨’ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી. જે અતિશય સફળ રહી હતી અને આ સીરિઝથી પ્રતિક ગાંધી અને હંસલ મહેતા બંને છવાઈ ગયા હતા.

તાજેતરમાં જ હંસલ મહેતાએ એક ઇન્ટરવ્યુમાં આ સિરીઝ રિલીઝ થઈ તે પહેલાંનાં તબક્કા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે શરૂઆતમાં કોઈ પણ ઓટીટી પ્લેટફર્મ આ સિરીઝ લેવા તૈયાર નહોતું. તેથી જ્યારે સોનીલિવ આ શો માટે સહમત થયું તો તે બહુ ખુશ થયા નહોતા.

હંસલ મહેતાએ કહ્યું, “૨૦૧૭માં અમે સ્કેમ લખી હતી. અમને એ લખતા ૩-૪ વર્ષ થયાં હતાં. ૨૦૧૯માં અમે તેનું શૂટિંગ શરૂ કર્યું હતું. ઓગસ્ટ ૨૦૧૯માં અમે શો રિલીઝ કરવા તૈયાર હતા.”આગળ હંસલ મહેતાએ જણાવ્યું, “ત્યારે અમે પ્રેશરમાં હતા, લોકડાઉન હતું અને સોની લિવે કહ્યું કે આ જ તક છે, જલદી શો રિલીઝ કરી દો. એ વખતે સોની પણ નવું પ્લેટફર્મ હતું, સ્કેમ સ્કેમનો કમાલ હતો.

અમે બહુ વિશ્વાસ સાથે અમારો શો બનાવ્યો હતો. તેથી અમને તો એવું હતું કે અમે એટલો જોરદાર શો બનાવ્યો છે કે કોઈ પણ ઓટીટી પ્લેટફર્મ આ શો ખરીદી લેશે. પણ કોઈ પ્લેટફર્મ આ શો માટે આગળ આવ્યું નહીં. બધાં બસ એવું જ કહેતાં કે કોણ છે આ પ્રતિક ગાંધી?”આગળ હંસલ મહેતાએ આ શોના પ્રોડ્યુસરના વખાણ કરતા કહ્યું, “અપ્લાઉઝ અને સમીર નાયરે મોટું કામ કર્યું.

સમીરનીએ દીર્ઘ દૃષ્ટિ, એ કોઈની પણ પાસે સ્કેમ બનાવડાવી શક્યા હોત અને એ પૈસા આપેત તો કોઈ પણ આ કામ કરી શક્યું હોત. પરંતુ હું મુકેશ છાબરા પાસે ગયો. મેં એને કહ્યુ કે મારે આ પ્રતિક ગાંધી નામનો કલાકાર જોઈએ છે. એણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હા કહી દીધી.

મેં એને અચિંતે કમ્પોઝ કરેલું મ્યુઝિક સંભળાવ્યું, અમે થોડાં વખત પહેલાં જ એ ટૂકડો તૈયાર કર્યાે હતો. સમીરે એ સાંભળ્યું અને એ લઈ જ લીધું.”પ્રતિક ગાંધીની પસંદગી વિશે વાત કરતા હંસલ મહેતાએ કહ્યું, “નવા કલાકાર હોય તો કોઈ પણ પ્રકારના ભારણ વિના આવે છે.

તેમની સર્જનાત્મકતા પણ ધારદાર હોય છે. તેઓ રિસ્ક લેતા ડરતા નથી, આત્મવિશ્વાસ સાથે જોખમ લઈ જાણે છે. એ આયોજનપૂર્વક કરવું શક્ય હોતું નથી. તેથી જ સ્કેમ આટલું સફળ થયું.”સોનીલિવ સાથેના અનુભવ વિશે હંસલ મહેતાએ કહ્યું, “૩૧ મે, ૨૦૨૦, લોકડાઉન વખતે મને સોનીલિવથી ફોન આવ્યો કે તમારો ફોટો આપો. મેં કહ્યું, તમારે કેમ મારો ફોટો જોઈએ છે? તો એમણે કહ્યું કે તમારો શો આવી રહ્યો છે.

એટલે મેં સમીરને મેસેજ કર્યાે કે આપણો શો સોનીલિવ પર જઈ રહ્યો છે, મેં તેને કહ્યું કે બહુ દુઃખદ વાત છે, કે આપણે આટલી મહેનત કરી અને શો આ પ્લેટફર્મ પર જાય છે, જે કોઈ જોતું જ નથી.”આના જવાબમાં સમીર નાયરે હંસલ મહેતાને સમજાવ્યું, “આ એક જ પ્લેટફર્મ છે, જે આ શોને પ્રેમ અને દરકાર આપશે.

એ લોકો આપણા શોને સારી રીતે બતાવશે, પણ કોઈ જોશે જ નહીં તો શું થશે? તો અમારો બધો ઉત્સાહ ભાંગી ગયો, પણ મારી ટીમનો ઉત્સાહ મારે જાળવી રાખવાનો હતો. સમીરે મને જે કહ્યું એ વાત મેં બધાને કહી. તેથી અમે શો પૂરો કર્યાે અને બાકી બધું તો ઇતિહાસ બની ગયું, અમે ઘણો લાંબો ઇતિહાસ રચી દીધો છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.