સુરતમાં ધુળેટી રમવા અંગે જાહેરમાં મારામારી થઈ
સુરત, સુરતમાં ધુળેટી રમવા અંગે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના ભાથેના વિસ્તારમાં રસ્તા પર રાહદારીઓને પાણીની થેલી ફેંકવા મામલે બોલાચાલી થઈ હતી. જે બાદ બે જૂથ સામ સામે આવી ગયા હતા.
થોડા સમય માટે જાહેર રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બુરા મત માનો હોલી હે, કહીને લોકો એકબીજાને કલર લગાડી આ તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે હોળીના આગલા દિવસે રાત્રે રસ્તા પરથી પસાર થતાં વ્યક્તિઓ પર પાણી ભરેલી કોથળી મારવાને લઈને સુરતના ઉધનામાં વિવાદ થયો હતો.
અહીં બે ગ્રુપ આમને સામને આવી ગયા હતા અને જાેતજાેતામાં છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. મારામારીના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જેને લઈને લોકો કલર અને પાણીથી રમતા એકવાર વિચારે તેવી આ ઘટના સામે આવી છે. કહેવત છે કે, બુરા મત માનો હોલી હૈ, કહીને લોકો એકબીજાને કલર અથવા પાણી નાખતાં હોય છે ત્યારે અહીંયા પાણીની કોથળી મારવાને લઈને શરૂ થયેલા વિવાદ બાદ મામલો બિચક્યો હતો. આ બાદ બે જૂથ આમને સામને આવી જતાં છૂટા હાથની મારામારી થઇ હતી.SS1MS