Western Times News

Gujarati News

IPL ૨૦૨૩માં આ વખતે નિયમમાં થશે મોટો ફેરફાર

મુંબઈ, દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે IPLની નવી સીઝન ૩૧ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. અને આ વખતે પણ કંઈક એવું જ થવાનું છે. આ વખતે IPLમાં એક નવો નિયમ આવવાનો છે. આ નિયમને કારણે ટીમો વાઈડ અને નો બોલની માટે  DRS પણ લઈ શકશે. There will be a big change in the rules in IPL 2023

વાઈટ અને નો બોલ માટે હાલ મહિલા IPLમાં આ નિયમ લાગુ છે. અને આ નવા નિયમની અસર અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં પણ જાેવા મળી છે. તે સૌપ્રથમ MIની કેપ્ટન હરમનપ્રીત કૌરે કર્યું હતું જ્યારે  WPLમાં Gujarat Giants અને UP Warriorsને આ નિયમનો કર્યો હતો ઉપયોગ.

આ મેચની છેલ્લી ઓવરમાં યુપીને જીતવા માટે ૨ બોલમાં ૬ રનની જરૂર હતી. ત્યારે ગુજરાતના બોલર સધરલેન્ડ ડોટે આ બોલ ફેંક્યો અને અમ્પાયરે પણ તેને વાઈડ આપ્યો ન હતો. પરંતુ ત્યારે જ ગ્રેસ હેરિસે ડીઆરએસનો ઉપયોગ કરીને રિવ્યુ લીધો હતો.

લિયા અને થર્ડ અમ્પાયરે યુપી કેમ્પને ખુશ કરવા વાઈડ આપ્યો અને યુપીની ટીમે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આવી સ્થિતિમાં તમે આ નિયમની ગંભીરતાને સમજી શકો છો કે મેચનું વલણ થોડી સેકંડમાં કેવી રીતે બદલાઈ શકે છે.

ESPN ક્રિકઈન્ફોના એક રિપોર્ટ અનુસર મહિલા IPL બાદ હવે આ નિયમનો ઉપયોગ મેન્સ IPLની આ સીઝનમાં પણ થશે. ખેલાડીઓ હવે નો બોલ કે વાઈડ બોલ પર પણ ડીઆરએસનો ઉપયોગ કરી શકશે. જાે ડીઆરએસ સાચો હશે તો તે રિવ્યુ સાચવવામાં આવશે અને ટીમ ફરીથી તે રિવ્યુ લઈ શકશે પરંતુ જાે આ રિવ્યુ ખરાબ હશે તો તે નકામો હશે.

આ નિયમથી માત્ર બેટ્‌સમેનોને જ નહીં પણ બોલરને પણ ફાયદો થશે. કારણ કે જાે મેચમાં અમ્પાયર કોઈ બોલને વાઈડ કે નો બોલ જાહેર કરે છે. તો બોલર આ DRSનો ઉપયોગ કરીને અમ્પાયરના ર્નિણયને ચેલેન્જ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.