Western Times News

Gujarati News

કાર્તિકની ‘નાગઝિલા’ અને વરુણની ‘ભેડિયા ૨’ વચ્ચે સીધી ટક્કર થશે

મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગામ વર્ષને ધ્યાને રાખી મોટાં આયોજનો થઈ ગયાં છે. ૨૦૨૬માં ઘણી બિગ બજેટ ફિલ્મો રિલીઝ થવાની છે. આ યાદીમાં કાર્તિક આર્યનની ‘નાગઝિલા’ પણ જોડાઈ છે. રિલીઝ ડેટને જોતાં આગામી વર્ષે બોક્સઓફિસ પર ‘નાગઝિલા’ અને વરુણ ધવનની ‘ભેડિયા ૨’ વચ્ચે સીધી ટક્કર થવાનું નિશ્ચિત જણાય છે.

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ નાગઝિલાની રિલીઝ ડેટ ૨૨ એપ્રિલે જાહેર થઈ છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. સામાન્ય રીતે કરણ જોહર પોતાની ફિલ્મની રિલીઝ ડેટ પસંદ કરતી વખતે અન્ય મોટી ફિલ્મ સાથે ટક્કર રોકવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ ‘નાગઝિલા’માં તેમણે વરુણ ધવનની ‘ભેડિયા’નો મુકાબલો કરવાનું વિચાર્યું છે.

‘નાગઝિલા’માં કાર્તિક આર્યને ઈચ્છાધારી નાગનો રોલ કર્યાે છે. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. વરુણ ધવનની બહુચર્ચિત ફિલ્મ ‘ભેડિયા ૨’ માટે ૧૪ ઓગસ્ટની રિલીઝ ડેટ અગાઉ જાહેર થયેલી છે.

આ સ્થિતિમાં કરણ જોહરે સામે ચાલીને બિગ બજેટ ફિલ્મને પડકારવાનું પસંદ કર્યું છે. આગામી વર્ષે સ્વતંત્રતા દિવસે ભેડિયા અને નાગરાજની ટક્કર જોવા મળશે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિને દેશભક્તિની થીમ પર બનેલી ફિલ્મો જોવા મળતી હોય છે, જ્યારે આ વખતે હોરર-માઈથોલોજીનો ચમકારો જોવા મળશે. બોક્સઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કરના કારણે બંનેની આવક પર અસર થતી હોય છે.

કરણ જોહરે નુકસાન રોકવા માટે અગાઉ અનેક વખત પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલેલી છે અથવા અન્ય ફિલ્મ મેકર્સને રિલીઝ ડેટ બદલવા તૈયાર કરેલા છે. ‘ભેડિયા’ને દિનેશ વિજાનના મેડોક પ્રોડક્શન્સ દ્વારા બનાવવામાં આવી છે.

‘સ્ત્રી’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના કારણે મેડોક ફિલ્મ્સે મોખરાના પ્રોડક્શન હાઉસ તરીકે સ્થાન મેળવ્યું છે. મેડોકની વધતી લોકપ્રિયતાને અટકાવવા માટે કરણે નાગરાજ એટલે કે કાર્તિકને મેદાને ઉતાર્યાે હોય તેમ જણાય છે.

૨૦૨૬માં ‘નાગઝિલા’ અને ‘ભેડિયા ૨’ ઉપરાંત અન્ય બિગ બજેટ ફિલ્મોની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આમિર ખાન અને શાહરૂખ ખાન સહિત ઘણાં સ્ટાર્સ આગામી વર્ષે થીયેટરમાં આવી રહ્યા છે.

શાહરૂખની ‘કિંગ’, આમિર ખાનની ‘સિતારે જમીન પર’, સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’, સની દેઓલની ‘બોર્ડર ૨’, રણબીર કપૂરની ‘રામાયણ’, અક્ષય કુમારની ‘ભૂત બંગલા’, રણવીર સિંહની ‘ડોન ૩’,ને આગામી વર્ષે રિલીઝ કરવાનું આયોજન અત્યારથી થઈ ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.