Western Times News

Gujarati News

મુકેશ અંબાણી અને ઈલોન મસ્ક વચ્ચે થશે સીધી ટક્કર

નવી દિલ્હી, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ટેસ્લા ના વડા ઈલોન મસ્ક વચ્ચે હવે મોટી ટક્કર થાય તેવી શક્યતા છે. મુકેશ અંબાણીની ઇીઙ્મૈટ્ઠહષ્ઠી ત્ર્નૈ એ દેશમાં ૫ય્ સર્વિસ લોન્ચ કરીને સૌથી મોટી માર્કેટમાં છવાઈ જવાનો પ્લાન બનાવ્યો છે.

બીજી તરફ ઈલોન મસ્ક પણ પાછળ નથી. ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ ભારતમાં અંતરિક્ષમાંથી બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા માંગે છે. આ માટે તે સેટેલાઈટ સર્વિસની મંજૂરી મેળવવા ટેલિકોમ વિભાગને અરજી કરશે.

ઈલોન મસ્ક ભારતમાં પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે તો તેની સીધી ટક્કર ભારતી એરટેલની વન વેબ અને અંબાણીની રિલાયન્સ જિયો સાથે થશે.

૨૦૨૫ સુધીમાં ભારતમાં બ્રોડબેન્ડ માર્કેટનું કદ ૧૩ અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. સ્પેસ એક્સએ વન બેવ અને રિલાયન્સ જિયોની સેટેલાઈટ કંપની પછી ત્રીજી કંપની હશે જેને ભારતમાં હાઈ સ્પીડ સ્પેસ ઈન્ટરનેટ સર્વિસ લોન્ચ કરવાની મંજૂરી મળી શકે છે.

તેમાં લો અર્થ ઓર્બિટ સેટેસાઈટનો ઉપયોગ કરીને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સ્પેસએક્સ ટૂંક સમયમાં ભારતમાં સેટેલાઈટ બ્રોડબેન્ડ શરૂ કરવા માટે સત્તાવાળાઓ પાસે અરજી કરશે. તે ભારતમાં લેન્ડિંગ રાઈટ્‌સ અને માર્કેટ એક્સેસની પણ માંગણી કરશે.

ઇલોન મસ્ક અત્યારે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે અને તેઓ બ્રોડબેન્ડ કંપનીમાં જંગી રોકાણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ ભારતમાં સ્ટારલિંક સર્વિસ માટે મંજૂરી માંગશે. ચાલુ વર્ષની શરૂઆતમાં ભારત સરકારે સ્ટારલિંકને ભારતમાં લાઈસન્સ મળી ન જાય ત્યાં સુધી તેના તમામ પ્રિ-ઓર્ડર રિફંડ કરવા માટે જણાવ્યું હતું.

હવે તે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન્સ માટે ટૂંક સમયમાં અરજી કરવા જઈ રહી છે. ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસના ફેલાવા માટે પુષ્કળ શક્યતા છે. મોટા ભાગના વિસ્તારોમાં ૪ય્ સર્વિસ પહોંચી ગઈ છે છતાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં ઈન્ટરનેટ હાજર નથી.

એક અંદાજ પ્રમાણે ભારતમાં લગભગ ૭૫ ટકા એરિયામાં બ્રોડબેન્ડ સર્વિસ એક્સેસ કરી શકાતી નથી. ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ ક્ષેત્રે રિલાયન્સ જિયોએ ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે અને ૫ય્ સર્વિસ લોન્ચ કરવામાં પણ તે આગળ છે.

હવે તેમની નજર સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ પર છે જેમાં ટેસ્લાના ઈલોન મસ્ક પણ પોતાના પ્લાન ધરાવે છે. આગામી સમયમાં ભારતીય ગ્રાહકોને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે પુષ્કળ વિકલ્પો મળી રહે તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.