Western Times News

Gujarati News

દેશના ૧૫ રાજ્યોમાં માવઠું થશે, દેશમાં ઠંડીનો ચમકારો વધશે

Files Photo

નવી દિલ્હી, ભારતમાં એક સાથે મૌસમ તમામ રંગ બતાવી રહ્યું છે. એક બાજૂ પહાડી રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે, તો બીજી બાજૂ દક્ષિણના રાજ્યોમાં વરસાદ જાેવા મળી રહ્યો છે.

જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઈ રહેલા બરફવર્ષના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.

દિવસનો તડકો નરમ પડવા લાગ્યો છે. તો વળી રાતના સમયે પારો નીચે ગગડી રહ્યો છે. પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. પશ્ચિમી વિક્ષોભને ઉત્તરી પાકિસ્તાન અને તેમાં અડીને આવેલા જમ્મુ કાશ્મીર પર હવાઓમાં એક ટ્રફ રેખા તરીકે જાેવામાં આવી રહ્યું છે.

દેશમાં સક્રિય મૌસમી પ્રણાલીની વાત કરીએ તો, પ્રાઈવેટ વેદર એજન્સી સ્કાઈમેટ અનુસાર એક નિમ્ન પ્રેશરવાળા ક્ષેત્ર શ્રીલંકાના તટ નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલું છે. સંબદ્ધ ચક્રવાતી પરિસંચરણ સરેરાશ સમુદ્ર તટથી ૭.૬ કિમી સુધી ફેલાયેલું છે. તે વધારે એક્ટિવ થઈને ઉત્તર પશ્ચિમ દિશામાં તમિલનાડૂ તટ તરફ આગળ વધવાની સંભાવના છે.

એક ટ્રક રેખા બંગાળની મધ્ય ખાડીમાં બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં ઓછું પ્રેશરવાળા ક્ષેત્ર સાથે જાેડાયેલ ચક્રવાતી પરિસંચરણ સુધી સરેરાશ સમુદ્ર તળથી ૪.૫ કિમી ઉપર ફેલાયેલું છે.

આગામી ૨૪ કલાક દરમિયાન, તટીય આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે અમુક સ્થાન પર ભારે વરસાદ થવાની સંભાવના છે. રાયલસીમા અને કેરલમાં એક અથવા બે સ્થાન પર હળવાથી મધ્યમ વરસાદ થઈ શકશે. દક્ષિણ આંતરિક કર્ણાટક અને અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં હળવા વરસાદની સાથે એક અથવા બે જગ્યા પર મધ્યમ વરસાદ થઈ શકે છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લક્ષદ્વિપમાં એક અથવા બે સ્થાન પર હળવા વરસાદની સંભાવના છે. શુષ્ક અને ઠંડી ઉત્તર પશ્ચિમ હવાઓની શરુઆત સાથે ૧૧ અને ૧૨ નવેમ્બરે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ન્યૂનતમ અને અધિકતમ તાપમાન નીચે આવી શકે છે.

હવામાન વિભાગે ૧૩ નવેમ્બર સુધી પુડુચેરી અને કરાઈકલમાં ગર્જના સાથે ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. તેની સાથે જ આસામ, મણિપુર, મિઝોરમ સહિત પૂર્વૌત્તર ભારતના અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં આજે પણ એક્યૂઆઈ ગંભીર શ્રેણીમાં રહેવાનું અનુમાન છે.

પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અમુક ભાગમાં હળવા વરસાદના અણસાર છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સાથે સાથે બરફવર્ષા રહેવાનું અનુમાન છે. હકીકતમાં હિમાલયના ઉપર બનેલા પશ્ચિમ વિક્ષોભના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરી વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી સતત બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે.

મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર પહાડી વિસ્તારોમાં સતત નીચે જઈ રહેલા પારાની અસર આગામી અમુક દિવસમાં ઉત્તર અને મધ્ય ભારતમાં જાેવા મળશે. આગામી બેથી ત્રણ દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓ઼ડિશા, વેસ્ટ બંગાલ સહિત દેશના અન્ય રાજ્યોમાં ઠંડી વધવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.