ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય : પેટ્રોલ પંપ એસોસિએશન
અમદાવાદ, કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં વિરોધ યથાવત છે. લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે. ત્યારે ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય. ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય. ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે, જાે કે લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય.
મહત્વનું છે કે હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં દેશભરમાં ટ્રકચાલકોની હડતાળથી અફરાતફરીનો માહોલ છે.ગુજરાતથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધી નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો રસ્તા પર ઉતર્યા છે અને કાયદો પરત ખેંચવાની માગ કરી રહ્યા છેપજાેકે સતત બીજા દિવસે ટ્રકોના પૈડા થંભી જતા, હવે ધીમે ધીમે તેની અસરો જાેવા મળી રહી છે. SS3SS