ચોટીલામાં પગથીયાં ચડવામાં રાહત મળશેઃ ડુંગર ચઢવા ટ્રેન શરૂ થશે
ચોટીલામાં હવે ફનિકયુલર ટ્રેનની સેવા શરૂ કરાશે
ચોટીલા, સુરેન્દ્રનગર જીલ્લાના યાત્રાધામ ચોટીલામાં દર્શનાથીઓને પગથીયાં ચડવામાં રાહત મળે તે માટે ફનિકયુલર રાઈડ નામની સુવિધા શરૂ કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નાની ટ્રેન જેવા સુવિધા દ્વારા દર્શનાથીઓ સીધા માતાજીના મંદીર નજીક પહોચી શકશે. રૂ.ર૧ કરોડના ખર્ચવાળા આ પ્રોજેકટનું શનીવારે ખાતમુહુર્ત કરવામાં આવશે. એક વર્ષમં પ્રોજેકટનો પ્રથમ તબકકો પુર્ણ થવાનો અંદાજ છે. Chotila to have a funicular train, Surendranagar Gujarat
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારે અને પાંચાળની ભોમકામાં ચંડ મુંડનામના રાક્ષસને વધ કરનાર મા ચંડી અને ચામુંડાના એક સાથે બેસણાં છે. ડુંગર પર ચડવા માટે જુના પગથીયાં હતા તે સ્થાને જ રાઈડ ફીટ કરાશે. હેવી ઈલેકટ્રીક મોટરની મદદથી સાઈડ ઉપર અને નીચે તરફ અવરજવર કરશે. ચોટીલા તળેટીમાં ટ્રસ્ટની ઓફીસથી અંદાજે રપ જેટલા પગથીયાં ચડયા બાદ આ રાઈડ ચાલુ થશે.
ત્યાંથી દર્શનાથીને ર૦ પગથીયાં ચડવા પડશે. આમ માત્ર ૪પ પગથીયા ચડીને ડુંગર પર માતાજીના દર્શન થઈ જશે. આ રાઈડનો પ્રોજેકટ હાલ મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલા સપ્તશ્રુંગી મંદીર અને વિરારમાં જીવદયા મંદીરના ડુંગરાઓમાં કાર્યરત છે. ગુજરાતમાં ડુંગર ચડવા માટેની રાઈડનો આ સૌપ્રથમ પ્રોજેકટ છે.
A project of funicular to access Shree Chamunda Mata Temple Chotila, a temple on Chotila Hill in Gujarat Province(India)