ગૃહિણીઓનાં બજેટમાં થશે બચત, મરચાનાં ભાવમાં મોટો ઘટાડા
જામનગર, માર્ચ અને એપ્રિલ મહિનામાં ગૃહિણીઓ આખા વર્ષનો ગરમ મસાલાની ખરીદી કરતી હોઈ છે. ત્યારે આ વર્ષે પણ બજારમાં બારે માસ ભરવા લાયક મરચા દળવાની સીઝન શરૂ ગઈ છે. જામનગરમાં રેસમપટ્ટો, કાશ્મીરી, તેજા મરચી સહિતની જુદી જુદી વેરાયટીના મસાલા ઉપલબ્ધ છે. રેસમપટ્ટાના ભાવ ૩૦૦ રૂપિયા, કાશ્મીરીના ભાવ ૮૦૦ અને તેજા મરચીના ભાવ ૩૫૦ રૂપિયા એક કિલોના છે.
રાહતના સમાચાર એ છે કે, મરચા, હળદર, ધાણા-જીરું સહિતના મસાલાના પાકનું સારું ઉત્પાદન થતા ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કિલોએ રૂ. ૫૦થી ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયાનું જામનગરના મસાલાના વેપારીઓએ જણાવ્યું હતું. વધુમાં જામનગરમાં કાશ્મીરી અને રેશમપટ્ટો મરચાની મોટી માંગ હોવાનું જણાવાયું છે.
માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચું, ધાણા-જીરું સહિતના મરી મસાલાની સીઝન હોય છે. આ બે મહિનામાં જ બાર મહિના ચાલે તેટલા મસાલાની ખરીદી કરવામાં આવે છે.
જોકે હવે મોલ કલ્ચર આવતા લોકો બાર મહિનાનું સાથે મરચું ખરીદવાને બદલે છ મહિનાની ખરીદી કરે છે અને ત્યારબાદ મોલમાંથી લોકો ખરીદી કરે છે. જેને લઇને ઘરાકી ઓછી જોવા મળી રહી છે. પરંતુ આ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાતા ઘરાકીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, જામનગરમાં આવતું તીખું મરચું આંધ્રપ્રદેશથી આવે છે. જયારે હીંગ અફઘાનિસ્તાનના કાબુલમાંથી આવે છે.
આ વર્ષે મરચા અને હળદરનું ઉત્પાદન સારું હોવાથી ભાવમાં પ્રમાણમાં ઘટાડો નોંધાય છે. જેમાં રેશમપટ્ટો મરચું જે ગત સાલ ૩૫૦ થી ૪૦૦ રૂપિયાએ કિલો વેચાતું હતું. તેના સીધા ૩૦૦ રૂપિયા જેટલા ભાવ થયા છે. મરચી ૩૫૦ થી ૪૦૦ રૂપિયામાં વેચાતું હતું, તેના ભાવ ૩૦૦ રૂપિયા પર પહોંચ્યા છે. વધુમાં કાશ્મીરી મરચામાં ગત વર્ષે સૌથી વધુ ભાવ વધારો નોંધાયો હતો.
આ મરચું આંધ્રપ્રદેશથી આવતું હોવાથી ગત સાલ ૧૦૦૦ રૂપિયામાં મળતું હતું. આ વર્ષે ૮૦૦ રૂપિયામાં વેચાઇ છે. ઘોલરના ગત વર્ષે ૪૦૦ રૂપિયા ભાવ હતો. તેના આ વર્ષે ૩૫૦ રૂપિયા ભાવ છે. તે જ રીતે વંડર પટ્ટીના ગત વર્ષે ૫૦૦ ભાવ હતો તેના આ વર્ષે ૪૦૦ રૂપિયા ભાવ છે. હળદરમાં પણ ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે હળદળની વાત કરવામા આવે તો સેલમ ૩૦૦ રૂપિયા ભાવે વેચાઈ છે.SS1MS