Western Times News

Gujarati News

“શક્તિના કેરેક્ટરમાંથી દરરોજ કંઈકને કંઈક શિખવા મળે છે”: નિક્કી શર્મા

ઝી ટીવીનો પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિએ વાર્તામાં આવતા વણાંકોથી દર્શકોને તેમની સ્ક્રીન પર જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, શિવશક્તિના લગ્ન બાદ, શક્તિએ શિવના ભૂતકાળને જાણીને અવાક થઈ ગઈ, પણ જ્યારે તેને આ અંગે વિચાર્યું ત્યારે ખબર પડી કે, તેને મંદિરા દ્વારા દબાણ કરવામાં આવી હતી અને હવે તેને તેના લગ્ન માટે લડવાનું અને શિવને ફરીથી જીતવાનું નક્કી કરે છે. “There’s something I learn from Shakti everyday”, says Pyaar Ka Pehla Adhyaya ShivShakti’s Nikki Sharma

સમગ્ર લગ્નનું સિકવન્સ દર્શકોને લાગણીના ઉતાર-ચડાવમાં લઈ ગયું હતું, ત્યારે અભિનેત્રી નિક્કી શર્મા, જે શક્તિનું પાત્ર કરી રહી છે તે કહે છે કે, તેને આ પાત્રમાંથી ઘણું શિખવાનું છે. હાલનો ટ્રેકએ શક્તિના પાત્રમાં આ જ દર્શાવે છે કે તમને તમારા સપનાની પાછળ દોડતા ભલે ગમે તે અટકાવતું હોય છે, તમારું ડોક્ટર બનવાનું સપનું હોય કે, મંદિરા દ્વારા તેના રસ્તામાં અડચણો ઊભી કરતા હોય કે પછી તેના અસંતુષ્ટ પતિનો વિશ્વાસ ફરીથી જીતવાનો હોય, શક્તિએ તેના પોતાના નસીબને પોતાની હાથે લખવા પ્રતિબદ્ધ છે.

નિક્કી કહે છે, “શક્તિ જેવું સમર્થ પાત્ર કરવું એ એક પ્રેરણા જેવું છે, મારે તેની પાસેથી ઘણું બધું શિખવાનું છે. સચ્ચાઈની સાથે તેની ઉભી રહેવાની ક્ષમતા હોય કે, લગ્નને સફળ બનાવવાના તેના પ્રયત્ન, શક્તિ મને દરરોજ ઘણું બધું શિખવે છે. હું નસીબદાર છું કે મને આવું પાત્ર કરવાની તક મળી અને હું આશા રાખું છું કે, તેનાથી એક એવું ઉદાહરણ સેટ થશે, જેને દર્શકો પણ તેના અંગત જીવનમાં અનુસરશે.”

શક્તિ તેના અધિકારો માટે લડી રહી છે, ત્યારે નિક્કી એ શક્તિ જેવું એક મજબૂત પાત્ર કરતા ખૂબ જ ખુશ છે. આગામી એપિસોડમાં શક્તિએ શિવના પરિવારના કેટલાક સભ્યોના વાસ્તવિક ઇરાદાઓને જાહેર કરશે. તો શિવ તેના પ્રતિભાવ કેવી રીતે આપશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.