અગ્નિકર્મ જેવી શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ બીજી કોઈ જ નથી
અગ્નિકર્મએ (thermal microcautery) સદીઓ પહેલા આચાર્ય સુશ્રુતે બતાવેલી અને ખુબ શીધ્ર પરિણામ આપનારી પેઈનકીલર તરીકે વિખ્યાત થયલી પ્રોમ્પ્ટ સારવાર પધ્ધતિ છે.
કેટલાય લોકોને એવુ કહેતા સાંભળ્યા છે કે આયુર્વેદ દવાઓથી તો ખુબ વાર લાગે. સારવારમાં ખુબ લાંબો સમય જાય, ખુબ ધીરજ રાખવી પડે, ખુબ પરેજી કરવી પડે. આવુ ઘણું બધુ સમાજમાંથી સાંભળવામાં આવે છે. પરંતુ હકીકત કંઈ અલગ જ છે.
કોઈપણ રોગ મટવાનો આધાર તેની સાધ્ય-સાધ્યતા અને તેની જીર્ણતા પર રહેલો છે.
પરંતુ પેઈનકીલર તરીકે અગ્નિકર્મ એ સુશ્રુત સંહિતાની માનવસમાજને ખુબ મોટી ભેટ છે. પેઈનકીલર તરીકે જાણીતી, ખુબ સુરક્ષિત અને ખુબ ઝડપી આ અગ્નિકર્મ સારવાર વિશે ખુબ ઓછા વૈદ્યો જાણકારી ધરાવે છે.જેટલા પણ વૈદ્યો આ અદ્ભુત પધ્ધતિ વિશે જાણકારી રાખે છે તો અન્યોને શીખવાડવામા ખુબ જ સંકુચિત માનસિકતા ધરાવે છે. જેથી આ ચિકિત્સા પધ્ધતિ અત્યારે દરેક જગ્યાએ અસ્તિત્વમા નથી.
ડામ પધ્ધતિ તરીકે ઓળખાતી આ પધ્ધતિનો વૈજ્ઞાનિક ઢબે આયુર્વેદ શાસ્ત્રમા તૈયાર કરવામાં આવેલ છે. અગ્નિકર્મ ચિકિત્સામા દર્દીના દુઃખાવાની ઝીણામાં ઝીણી તમામ વિગતોની જાણકારી મેળવી દુઃખાવાના ઉદ્ગમ સ્થાનોને શોધી નાખવામાં આવે છે. ત્યાં પોઈન્ટ માર્ક કરી સ્થાન નકકી કરવામાં આવે છે.
આ સ્થાન ઉપર સોના, ચાંદી, લોખંડ કે કોપરમાંથી બનાવેલ ખાસ પ્રકારની શલાકાને ચોકકસ તાપમાને ગરમ કરી સ્પર્શ કરાવાય છે. આ સ્પર્શ બાદ તુરંત જ સારવાર આપેલ જગ્યાએ કુુંવારપાંઠુ અને દવા લગાડવામાં આવે છે. જેનાથી ઠંડક અનુભવાય છે.
દર્દીને જરાપણ દર્દ થતું નથી અને એક સીટીંગમા પ૦ થી ૬૦ ટકા જેટલો દુઃખાવામા રાહતનો અનુભવ થાય છે.
આ પધ્ધતિથી સાંધાનો વા, કમર-ગરદનનો દુઃખાવો, ફ્રોઝન શોલ્ડર, ઘુંટણનો દુઃખાવો, સાયટીકા વગેરેમાં તેમજ સંધિવાત, આમવાત, ફરતો વા વગેરેમાં અદ્ભુત પરિણામ મળે છે.
ઘુંટણની ઢાંકણી બદલવાનું ઓપરેશન પણ દવા અને અગ્નિકર્મની સહાયથી અટકાવી શકાય છે. અને આ પણ ઓપરેશન પછી દુઃખાવો નહી જ થાય તેથી ૧૦૦ ટકાની કોઈ ગેરંટી હોતી નથી. અગ્નિકર્મ કરેલ જગ્યાએ ર-૪ દિવસ સુધી પાણી અડે નહી તેની ખાસ કાળજી રાખવી, તથા ટુવાલ વગેરે પણ તે જગ્યાએ અડે નહી તેની સાવધાની રાખવી.
આ અગ્નિકર્મ સારવાર એ દુઃખાવા ઉપર ખુબ જ ઝડપથી રાહત આપતી એક માત્ર ચિકિત્સા પધ્ધતિ છે. આ સારવાર પણ બધા વૈદ્યો જાણતાં હોવાથી દરેક જગ્યાએ અસ્તિત્વમા નથી. કેટલાક દર્દીઓ દાહ પાકશે, ડાધા રહી જશે તેવા કાલ્પનિક ભયના કારણે આયુર્વેદની આ અદ્ભુત અને ઝડપી સારવાર પધ્ધતિથી વંચિત રહી જાય છે.
આધુનિક વિજ્ઞાનમાં તીવ્ર દુઃખાવામા પેઈન કીલર કે ઓપરેશનની સલાહ હોય છે. જયારે આયુર્વેદ મુજબ આ રોગમા ઔષધોપચાર અને અગ્નિકર્મ ના યોગ્ય સીટીંગ શાસ્ત્રોકત પધ્ધતિ મુજબ કરવાથી સંપુર્ણ રોગમુકિત શકય છે.
અગ્નિકર્મ માં દુઃખાવાથી તુરંત રાહત થાય છે. જે વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલું છે. આયુર્વેદે વાત-પિત-કફ ઉપર રચાયેલું છે. વાયુ જાે સ્થાનમાં ભરાઈ જાય ત્યાં તીવ્ર વેદના કરે છે. તેવું આયુર્વેદ શાસ્ત્ર માને છે. અગ્નિથી વાયુનું શમન થાય છે. તે આયુર્વેદનો નિર્વિવાદ સિધ્ધાંત છે.
જેથી જે સ્થાનમાં વાયુ ખુબ વધી ગયો હોય અને ખુબ પીડાકારક ોય તે સ્થાન પર જાે અગ્નિ આપવામા આવે તો વાયુનુ શમન થવાથી વેદના તુરંત થાય છે. તેથી જ અગ્નિકર્મ કર્યા બાદ દર્દીને દુઃખાવામા ખુબ ઝડપી રાહત મળી હોય તેવો અનુભવ થાય છે. જેને આયુર્વેદ વિજ્ઞાન ૧૦૦ ટકા સ્વીકારે છે.
જયારે દુઃખાવો ખુબ જુનો હોય અને ખુબ પીડાકારક હોય ત્યારે જાે નીડલથી પિનિંગ કરીને અગ્નિને અંદર સુધી પહોંચાડવામા આવે અને ત્યારબાદ શલાકા વડે અગ્નિકર્મ કરવામા આવે તો દુઃખાવામાં શીધ્ર અને કાયમી રાહત મળી જાય છે. આ અગ્નિકર્મ થી રોગને જડમુળમાંથી કાઢી શકાય છે. દાહ આપતી વખતે ૪-પ મીનીટ કીડી ચટકતી હોય માત્ર તેટલી જ વેદના થાય છે. પણ તેની સો દુઃખાવામાં કાયમી રાહત મળવાથી રોગ જડમુળમાંથી જાય છે.
વર્ષોથી સતત દુઃખાવાની દવાઓ ખાતા હોઈએ છતાં રાહત ન જણાતી હોય તો અગ્નિકર્મ ના ર-૩ સેટીંગ લીધા પછી જણાવા લાગે તો શું મોટું આશ્ચર્ય નથી!
કપાસીનું કર્તન અગ્નિકર્મઃ
કેટલાક દર્દીઓને વારંવાર કપાસી થઈ જતી હોય છે અને ખુબ પીડા થતી હોય છે. અગ્નિકર્મ થી આ જે તે કપાસીના મુળ સુધી જઈ તેને બાળી નાખવામાં આવે છે. જેથી તે જગ્યાએ ફરી કપાસી થવાની શકયતા નહિવત રહે છે અને ખુબ ઝડપથી રાહત થઈ જાય છે.
કપાસીમાં અગ્નિકર્મ જેવી શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ બીજી કોઈ જ નથી. કેટલાય મોટા ઓપરેશનોમાં ૧૦૦ ટકાનું રીસ્ક હોય છે. છતાં વ્યકિત ગભરાતો નથી અને નાનું અમથું અગ્નિકર્મ કે જેમાં કોઈ જાતનું રીસ્ક નથી માત્ર સહેજ દાહનો અનુભવ થાય છે પણ તેની સામે જડમુળમાુથી તકલીફ દુર થાય છે. છતાં પણ આ ચિકિત્સા પધ્ધતિમાં શંકા-કુશંકા થાય તે કેવું મોટું આશ્ચર્ય?