Western Times News

Gujarati News

આ 2 ટીમ બગાડી શકે છે પાકિસ્તાનનો સેમી ફાઈનલ સુધી પહોંચવાનો પ્લાન

પાક. માટે સેમીફાઈનલમાં પહોંચવું હજુ પણ કઠીન છે

ઈસ્લામાબાદ, પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે જીત નોંધાવીને વર્લ્ડકપ ૨૦૨૩ની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ફખર ઝમાનની વિસ્ફોટક સદીના આધારે પાકિસ્તાને ડકવર્થ-લુઈસ મેથડના કારણે ન્યૂઝીલેન્ડ ટીમ સામે ૨૧ રનથી જીત મેળવી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૪૦૧ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. These 2 teams can spoil Pakistan’s plan to reach the semi-finals

જવાબમાં વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં પાકિસ્તાને ૨૫.૩ ઓવરમાં એક વિકેટે ૨૦૦ રન બનાવી લીધા હતા. આ પછી આગળ ગેમ થઈ શકી નહોતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને ટીમોએ ૮ મેચ રમી લીધી છે અને બન્ને ટીમોના ૮ પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના કારણે ન્યુઝીલેન્ડ ટેબલમાં ચોથા સ્થાને છે અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે. એટલે કે કિવી ટીમ હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના માત્ર ૭ મેચમાં ૮ પોઈન્ટ છે અને તે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આવી સ્થિતિમાં, એક જીત પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ગેમ બગાડી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. જ્યારે અન્ય ૨ ટીમોના સ્થાન ખાલી છે.

બાબર આઝમ અને પાકિસ્તાનનું સેમીફાઇનલમાં પહોંચવાનું ગણિત બે ટીમો પર ર્નિભર રહેશે. પ્રથમ, ટીમ ઇચ્છે છે કે ન્યુઝીલેન્ડ ૯ નવેમ્બરે શ્રીલંકા સામેની મેચ હારી જાય. બીજું, અફઘાનિસ્તાન પણ બાકીની બંને મેચ હારી જાય. પાકિસ્તાન તેની છેલ્લી મેચ ૧૧ નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમશે. ઈંગ્લિશ ટીમ પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ ન્યૂઝીલેન્ડના ૭-૦ના રેકોર્ડે પાકિસ્તાનની ચિંતા વધારી રહ્યો હશે.

રેકોર્ડની વાત કરીએ તો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી છેલ્લી સાત મેચમાં કીવી ટીમે જીત મેળવી છે. એટલે કે તે ૭-૦થી આગળ છે. છેલ્લી બે વર્લ્ડકપ મેચોની વાત કરીએ તો અહીં પણ ન્યુઝીલેન્ડે જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે ૨૦૧૫માં શ્રીલંકાને ૯૮ રનથી અને ૨૦૧૯માં ૧૦ વિકેટથી હરાવ્યું હતું. જાેકે, ન્યૂઝીલેન્ડની ટીમ સતત ૪ જીત બાદ વર્લ્ડકપ ૨૦૨૩માં સતત ૪ મેચ હારી છે. આવી સ્થિતિમાં તેના માટે પરત ફરવું આસાન નહીં હોય.

અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીના વર્લ્ડકપ ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અફઘાન ટીમે ૩ ભૂતપૂર્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું છે. આવી સ્થિતિમાં વધુ એક અપસેટ તેને સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે.

ટીમ ૭ નવેમ્બરે વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા અને ૧૦ નવેમ્બરે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં જવાનો રસ્તો પણ આસાન દેખાઈ રહ્યો છે. પ્રથમ ૨ મેચ હાર્યા બાદ કાંગારૂ ટીમે સતત ૫ મેચ જીતી છે. તેના ૭ મેચમાં ૧૦ પોઈન્ટ છે. અફઘાનિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ ૧૧ નવેમ્બરે તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશનો સામનો કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.