Ireland Vs India T20માં આ 3 ખિલાડીઓનું સારૂ પ્રદર્શન કરવું જરૂરી
આયર્લેન્ડના પ્રવાસ પર ન ચાલ્યા તો ખતમ થઈ જશે આ ૩ ખેલાડીનું કરિયર!
આયર્લેન્ડ સામે ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમનાર છે
સંજૂ સેમસન, આવેશ ખાન, શિવમ દુબેએ એશિયા કપ અને વનડે વિશ્વકપમાં જગ્યા બનાવવા સારૂ પ્રદર્શન કરવું પડશે
નવી દિલ્હી,લગભગ ૧૧ મહિના બાદ મેદાન પર વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ વિરુદ્ધ જ્યારે ત્રણ મેચની ટી૨૦ સિરીઝમાં આગેવાની કરશે તો તેની પાસે એકદમ નવી ટીમ હશે. યુવાઓની ફોજમાં યશસ્વી જાયસવાલ હશે. આઈપીએલ સ્ટાર રિંકૂ સિંહ, જિતેશ શર્મા હશે તો પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલર આ સ્ક્વોડમાં સામેલ છે. આ સાથે આ પ્રવાસમાં ટીમના ઘણા ખેલાડીઓ માટે છેલ્લી તક હશે. જાે આ પ્રવાસ પર તે ખુદને સાબિત નહીં કરે તો ગેમ બગડી જશે. These 3 players need to perform well in Ireland Vs India T20
આવો તે ત્રણ ખેલાડીઓ પર નજર કરીએ, જેના માટે આ સિરીઝ ‘કરો યા મરો’ સમાન હશે.સંજૂ સેમસન: પહેલા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે સંજૂ સેમસનને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા દેખાડવાનો વધુ સમય મળ્યો નથી. પરંતુ આ સત્ય નથી. વિકેટ કીપર બેટરે હાલમાં વિન્ડીઝ વિરુદ્ધ સમાપ્ત થયેલી સિરીઝમાં બે વનડે અને પાંચ ટી૨૦ મેચ રમી. પરંતુ ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારવા સિવાય તે ખાસ કરી શક્યો નહીં. સેમસન બે વનડેમાં ૬૦ રન બનાવવામાં સફળ રહ્યો. તો ત્રણ ટી૨૦ ઈનિંગમાં માત્ર ૩૨ રન બનાવી શક્યો હતો.
કેરલના આ ક્રિકેટરે ૨૦૨૩ એશિયા કપ અને વનડે વિશ્વકપમાં પોતાની જગ્યા બનાવવા માટે આયર્લેન્ડ સામે સારૂ પ્રદર્શન કરવું પડશે.આવેશ ખાન ઃ ૨૦૧૬ના અન્ડર-૧૯ વિશ્વકપમાં છાપ છોડ્યા બાદ આવેશ ખાનને ભારતનો સૌથી પ્રતિભાશાળી બોલર માનવામાં આવતો હતો. ઘરેલૂ ક્રિકેટમાં છાપ છોડ્યા બાદ આઈપીએલમાં તેણે ખુદને સાબિત કર્યો. તેને જલદી ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ગઈ, પરંતુ બ્લૂ જર્સી પહેરતા તે ધાર ચાલી ગઈ, જેના માટે ઈન્દોરનો આ ખેલાડી જાણીતો હતો.
આવેશ ખાનને વિન્ડીઝ સામે ટી૨૦ સિરીઝમાં પણ તક મળી હતી, પરંતુ અંતિમ ૧૧માં જગ્યા મળી નહીં. પાંચ વનડેમાં માત્ર ૩ વિકેટ લેનાર આવેશે ૧૫ આંતરરાષ્ટ્રીય ટી૨૦માં માત્ર ૧૩ વિકેટ લીધી છે. ઘણા ઉભરતા ફાસ્ટ બોલરોની સાથે ૨૬ વર્ષીય આવેશ માટે આ મેક યા બ્રેક સિરીઝ હોઈ શકે છે.
શિવમ દુબે ઃ મુંબઈના ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેને હાર્દિક પંડ્યાનો સંભવિત વિકલ્પ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ આ વિસ્ફોટક બેટર પોતાના ઘરેલૂ ફોર્મને ભારતીય ટીમની સાથે રિપીટ કરવામાં નિષ્ફળ રહ્યો. ૨૦૧૯માં પોતાના ડેબ્યૂ બાદ દુબેએ માત્ર એક વનડે અને ૧૩ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
તેણે એકમાત્ર વનડેમાં ૯ રન બનાવ્યા હતા. બીજીતરફ દુબેએ ટી૨૦માં ૧૦૫ રન બનાવ્યા અને પાંચ વિકેટ ઝડપી છે. શિવમ દુબેએ આઈપીએલમાં ચેન્નઈ માટે રમતા છેલ્લી બે સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી ૭૦૭ રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. ૩૦ વર્ષીય આ ક્રિકેટરને પણ ખ્યાલ છે કે તેની પાસે પોતાને સાબિત કરવાની સીમિત તક હશે અને તે બેટ તથા બોલથી પ્રભાવ છોડવા ઈચ્છશે.ss1