અક્ષય સહિત આ સિતારાઓએ આપી ગણતંત્ર દિવસની શુભેચ્છા
મુંબઈ, ભારત એનો ૭૫મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સિતારાઓ દેશભક્તિના રંગમાં રંગાઇ ગયા છે.
ઇન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સે ફેન્સને રિપબ્લિક ડેની શુભકામનાઓ પાઠવી છે. આમ, વાત કરવામાં આવે તો ગણતંત્ર દિવસની ઉજવણી દરેક લોકો અલગ-અલગ રીતે પોતાના જુસ્સાથી કરતા હોય છે. આમ વાત કરવામાં આવે તો સ્કૂલથી લઇને સેલેબ્સ હંમેશા દેશભક્તિના રંગમાં રંગાઇ જાય છે.
તો જાણો કયા સેલેબ્સે ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી છે. દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરીને ગણતંત્ર દિવસની શુભકામના આપી છે. જ્યાં દેશના જવાનોને તમે પરેડ કરતા જોઇ શકો છો. અનુપમ ખેરનો આ વિડીયો જોઇને તમારા જુસ્સો આવી જશે. અનુપમ ખેરે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે દરેક ભારતવાસીયોને ગણતંત્ર દિવસ પર હાર્દિક શુભકામનાઓ. આ વિડીયો બોમબે સૈપર્સના રિહર્સલના વ્હાટ્સએપ ફોર્વર્ડથી આવ્યો છે.
આ યુનિટના નેતૃત્વ મહિલા ઓફિસર રૂચી યાદવ કરી રહ્યા છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક સામાન્ય ભારતીય નાગરિકનો અવાજ રેકોર્ડ થયો છે. આ અવાજમાં કેટલો ગર્વ છે, આ ભારતની ગૌરવતાં છે. જય હિન્દ, ભારત માતા કી જય.
હંમેશાની જેમ આ વખતે સાચા દેશભક્ત અક્ષય કુમારે દરેક દેશવાસીઓને રિપબ્લિક ડે વિશ કર્યો છે. આ ખાસ દિવસે અક્ષય કુમારે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જ્યાં એમની સાથે ટાઇગર શ્રોફ પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળે છે.
વિડીયોમાં આ બન્ને સિતારા હાથમાં ત્રિરંગો લઇને સમુદ્ર કિનારે દોડતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોને શેર કરતા ખેલાડી કુમારે કેપ્શનમાં લખ્યુ છે કે ન્યૂ ઇન્ડિયા, ન્યૂ કોÂન્ફડન્સ, ન્યૂ વિઝન..અમારો ટાઇમ આવી ગયો છે.
હેપ્પી રિપબ્લિક ડે. ફેન્સને અક્ષયનો આ અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે. આમ વાત કરવામાં આવે તો દેશભક્તિના રંગમાં અનેક લોકો મસ્ત અંદાજમાં ગણતંત્ર દિવસને ઉજવી રહ્યા છે અને શુભકામના આપી રહ્યા છે.SS1MS