Western Times News

Gujarati News

૪૭૧ દિવસ પછી ગાજાની કેદમાંથી મળશે મુક્તિ આ ત્રણ વિદેશી મહિલાઓને

હમાસ ત્રણ મહિલા બંધકને સૌથી પહેલા મુક્ત કરશે-બંધકોમાં રોમી ગોનેન, ડોરોન સ્ટેઈનબ્રેચર અને એમિલી ડેમ્બ્રીનો સમાવેશઃ યાદી મળ્યા બાદ ઈઝરાયેલે યુદ્ધવિરામ બોલાવ્યો હતો

ગાઝા,  હમાસે ત્રણ ઈઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા છે, જેમને તે રવિવારે મુક્ત કરશે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તેમને ત્રણ બંધકોના નામ મળ્યા છે. આ પહેલા ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમને બંધકોના નામ નહીં મળે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.

‘હોસ્ટેજ ફેમિલીઝ ફોરમે’ ત્રણ નામોના સમાચારને આવકાર્યા છે. જે બંધકોને મુક્ત કરવામાં આવશે તેમાં રોમી ગોનેન (૨૪), ડોરોન સ્ટીનબ્રેચર (૩૧) અને એમિલી ડામારી (૩૧) નામની મહિલાઓ છે. આ તમામ ૪૭૧ દિવસથી હમાસની કેદમાં છે. તેમનો પરિવાર ત્રણેયના પરત આવવાની રાહ જોઈ રહ્યો છે. ચાલો જાણીએ આ બંધકો વિશે જેમને છોડવામાં આવશે.

રોમી ગોનેનઃ રોમી ગોનેન ૨૪ વર્ષની છે. તે કેફર વદ્રિમમાં રહે છે. તેણીને ડાન્સ કરવો, મુસાફરી કરવી અને જીવનનો આનંદ માણવો ગમે છે. મિત્રો અને પરિવાર તેને મહેનતુ, રમુજી અને ખૂબ જ જીવંત તરીકે વર્ણવે છે. જ્યારે હમાસે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હુમલો કર્યો ત્યારે તે નોવા ફેસ્ટિવલમાં હતી,

જ્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. રોમીના પરિવારમાં તેના માતા-પિતા અને ચાર ભાઈ-બહેન છે. તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેને બંધક બનાવતી વખતે હાથમાં ગોળી વાગી હતી. તેની માતાએ કહ્યું કે અગાઉ જે બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા તેઓએ તેને કહ્યું કે રોમીની ઇજાઓ ગંભીર છે.

ડોરોન સ્ટેઈનબ્રેચરઃ ડોરોન સ્ટેઈનબ્રેચર કેફર ગાઝાના છે. તે એક વેટરનરી નર્સ છે જે બાળપણથી જ ઘણીવાર પ્રાણીઓની સંભાળ રાખે છે. શાળા દરમિયાન તે પ્રાણી સંગ્રહાલયને મદદ કરતી હતી. તેને રમવાનું ગમે છે, ખાસ કરીને દોડવું, અને દર શનિવારે સવારે કિબુટ્‌ઝની આસપાસ દોડે છે.

તેના માતાપિતા રોની અને સિમોના છે. તેને એક બહેન યમિત અને એક ભાઈ ડોર છે. ગયા વર્ષે હમાસ દ્વારા અપહરણ કરાયેલી અન્ય બે મહિલાઓ સાથે તેનો વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે તેના પરિવારે ફૂટેજ જોયા ત્યારે તેઓએ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી.

એમિલી ડામારીઃ ૨૮ વર્ષની એમિલી ડામારી કાફ્ર અજામાં રહેતી બ્રિટિશ નાગરિક છે. તેના મિત્રોના મતે તે ખૂબ જ મીઠી અને લોકપ્રિય છે. તેમનું વર્તન દરેક સાથે મૈત્રીપૂર્ણ રહ્યું છે. એમિલીને બાર્બેક્યુઇંગ અને કરાઓકે પસંદ છે. તેને ટોપીઓ પણ પસંદ છે. ૭ ઓક્ટોબરે તે તેના ઘરે હતી જ્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ઈઝરાયેલે કહ્યું હતું કે જો તેને બંધકોની યાદી નહીં મળે તો તે યુદ્ધવિરામ નહીં લાદે.

હમાસ દ્વારા બંધકોની યાદી જાહેર કર્યા બાદ ઈઝરાયેલે ૧૧ઃ૧૫ વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. યુદ્ધવિરામ પછી, પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું કે તેની પાસે ૪૦૦૦ સહાય ટ્રક તૈયાર છે, જે ખોરાક અને લોટ સાથે ગાઝા જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.