વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા ૫૦ હજાર પડાવ્યા
વડોદરા, વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામવાળીના સ્વાંગમાં યુવતિએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા ૫૦ હજાર પડાવ્યા હતા.
કામવાળીએ વૃદ્ધને ખોટા કામ કરો છો કહી ધમકાવી કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી. વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. જાહેરાત થકી કામ માંગવા પહોંચેલી મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના આક્ષેપ સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખની માંગણી કરી રૂ.૫૦ હજાર પડાવી લીધા હતા.
જે બાદ વધુ નાણાની માંગણી કરતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષીય વૃદ્ધ હરેશચંદ્ર પુરુષોત્તમ પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર વિદેશમાં તેમજ પત્નીનું નિધન થયું હોય તેઓ એકલા રહેતા હતા.
તેમના ઘરે ઘરકામ કરતી મહિલા બીમાર થતાં ઘરકામ માટે પેપરમાં જાહેરાત થકી મળવા આવેલ અન્ય મહિલા શહેનાજબેનને ઘરકામ માટે જણાવ્યું હતું. ૧૩ જૂનના રોજ શહેનાજ બપોરના સુમારે ઘરકામ માટે આવી હતી. અને તે સમયે અચાનક ઉપરા છાપરી ડોરબેલ વાગ્યા હતા. જેથી ઘરનો દરવાજાે ખોલતા બે મહિલાઓ સાથે એક વ્યક્તિ હાજર હતો.
આ સમયે ઘરકામ માટે આવેલ શહેનાજ કઢંગી હાલતમાં દરવાજા પાસે આવી હતી. અને તેણે છેડતી કરી ખરાબ કામ કર્યાના આક્ષેપ કર્યા હતા. જેથી ધસી આવેલ લોકોએ ઘરકામ કરવાના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામો કરો છો કહી ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૧૦ લાખની માંગણી કરી હતી.
અવાર નવાર ધમકી બાદ અંતે ૧.૫૦ લાખની માંગણી કરતા હતાઅને બળજબરીથી રૂ ૫૦ હજાર કઢાવી લીધા હતા. તેઓ અંદરો અંદર વિરેન, રાગિણી તથા ટિ્વંકલ નામથી વાતચીત કરતા હતા. ત્યારબાદ ફરીથી તેઓએ વધુ નાણાની માંગ કરી હતી.
વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ રહસ્યમય સંજાેગોમાં પોતાના ઘરે જ કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હતો. જે અંગે સિટિ પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.ડી.એન.પરમારે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. જાેકે,હજીસુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.SS1MS