Western Times News

Gujarati News

હાઇવે પર કારમાંથી ૫૫ લાખ રૂપિયા લઇ ચોર ફરાર

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

સુરત, દિવાળી નજીક આવતાની સાથે જ સુરતમાં લૂંટની ઘટનાઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતનો કાપડ વેપારી ડીંડોલીથી ચલથાન તરફ કેનલ રોડ પરથી હાઇવે ઉપર જઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા ઈસમોએ ગાડી ઉપર કીચડ ફેંક્યા બાદ વેપારીએ ગાડી ઉભી રાખી હતી. આ ઇસમોએ વેપારીની ગાડીમાં રહેલા ૫૫ લાખ રૂપિયાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા.

જાેકે, આ મામલાની જાણકારી વેપારીએ પોલીસને આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દિવાળી આવતાની સાથે સુરતમાં તસ્કરો ધીરે ધીરે પોતાનો કસબ જમાવતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને યાન કાપડનો વેપાર કરતો વેપારી લૂંટનો શિકાર બનવાની ઘટના સામે આવી છે. પોતાના ધંધાકીય કામ માટે પોતાના બે મિત્રો સાથે રૂપિયા ૫૫ લાખ લઈને મોડી સાંજે વેપારી ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ડીંડોલીથી થોડીક જ દૂર બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર તેનો પીછો કરી ડ્રાઇવરના કાચ ઉપર કીચડ ફેંક્યો હતો. જેથી કાર ચાલકે ગાડીને સાઈડ ઉપર ઉભી રાખી હતી. તે સમયે આ ઈસમો વેપારીની ગાડીમાં રહેલા ૫૫ લાખની બેગ તેની નજર ચૂકવીને લઈને ફરાર થઈ ગયા હતા. જાેકે પોતે લૂંટાયા હોવાની જાણકારી મળતા જ વેપારીએ તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરી હતી.

જેને લઇને ડીંડોલી પોલીસના સ્ટાફ સાથે ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પોતાના ધંધાકીય કામ માટે પોતાના બે મિત્રો સાથે રૂપિયા ૫૫ લાખ લઈને મોડી સાંજે વેપારી ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ડીંડોલીથી થોડીક જ દૂર બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર તેનો પીછો કરી ડ્રાઇવરના કાચ ઉપર કીચડ ફેંક્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, એકટિવા ગાડી ઉપર આવેલા બે ઈસમોએ વેપારીની ગાડી અટકાવવા માટે પહેલા કીચડ ફેંક્યું હતું.

ત્યારબાદ વેપારીએ ગાડી રોકતા તેની અંદર રહેલા પૈસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જાેકે, વેપારી પાસે પૈસા હોવાની જાણકારી પહેલેથી જ હોય તેવું લાગતા પોલીસને લાગી રહ્યુ છે. પોલીસે આ મામલે દરેક મોરચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.