કારના કાચ તોડી લેપટોપ અને અગત્યના દસ્તાવેજની ચોરી
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસી શાક માર્કેટ શોપિંગ સેન્ટર માં કાર નો ક્વાર્ટર કાચ તોડી લેપટોપ અને અગત્યના દસ્તાવેજની ચોરી થઈ જવા પામી હતી. પોલીસે ૩૭ હજારની કિંમત ના લેપટોપ અને અન્ય અગત્યના દસ્તાવેજાે અને સિક્યુરિટી ચેક ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
જાે કે ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. કાર ચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયા હતા તેમ સમય ઘટના બની હતી.પ્રથમ કાર માં પંક્ચર કર્યું અને પછી કિમીયાગર એ પાછળ નો કાચ ની બાજુ નો ક્વાર્ટર કાચ તોડી બેગ કાઢી ફરાર થઇ ગયો હતો.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જલધારા ચોકડી પર આવેલ મૌર્ય રેસિડેન્સી ખાતે રહેતા ૩૦ વર્ષીય યુવાન સ્વપ્નીલ વાઘ ગતરોજ બપોરે ધરે થી નીકળી કંપની ના કામ અર્થે બેન્ક માં ગયા હતા.જ્યાં કામ પૂર્ણ કરીને પરત આવી રહ્યા હતા
અને જીઆઈડીસી જીઆઈએલ ચોકડી પર આવેલ શાકમાર્કેટ પાસે ગાડી પાર્ક કરી નજીક માંથી ફ્રૂટ ખરીદી તેવો સામે માર્કેટમાં શાકભાજી ખરીદી કરવા ગયા હતા.દરમ્યાન કિમીયાગર એ તેમની કાર ના પાછળ ના દરવાજા બાજુ માં આવેલ ક્વાર્ટર કાચ તોડી અંદર પાછળ સીટ પર રહેલ લેધર બેગ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
એ પૂર્વે ગાડી અને એક ટાયર નું પંક્ચર પણ કરી દીધું હતું અને જે બેગમા એચ.પી કંપની લેપટોપ તેમજ કંપની ના અગત્યના દસ્તાવેજાે અને સિક્યુરિટી ચેક હતા જે બેગ સાથે ચોરી થઈ જવા પામ્યા હતા.આ અંગે તેઓ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૭ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.
પોલીસે એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડ ની પણ મદદ લીધી હતી.એટલું જ નહિ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે આજુબાજુ તપાસ કરતા નજીકના સીસીટીવી માં ઘટના કેદ થઈ જવા પામી હતી.જેમાં એક યુવક કાર પાસે પહેલા ઉભો રહી નીકળ્યો હતો
અને થોડી વાર બાદ પુનઃ કાર પાસે આવી બેગ સેરવી નીકળી જતા કેદ થયો હતો.જે આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના સ્કેચ તૈયાર કરી લેપટોપ બેગ અને અગત્યના દસ્તાવેજાે ચોરી કરનાર કીમિયાગર ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.