રૂપિયા ભરેલા બોક્સની ચોરી કરી બીજા જ દિવસે પાછુ મૂકી ગયા ચોર
બિલાસપુર, ચોરીની ઘણી ઘટનાઓ તમે સાંભળી હશે. આપણે સોશિયલ મીડિયા પર અને સમાચારમાં ઘણી વખત ચોરીની વિચિત્ર ઘટનાઓ સાંભડી છે. કોઈક ચોર મંદિરના ગોખલમાં ફસાય જે છે. કોઈ ચોર ચોરી કરીને ત્યાં જ સૂઈ જાય છે તો કોઈને ચોરી કરતાં ભૂખ લાગે છે તો ખિચડી બનાવીને ખાઈ છે. પરંતુ, ચોર પોતે ચોરીનો માલ છોડીને જાય છે એવું તમે સાંભળ્યું નહીં હોય.
આવી જ એક ઘટના ભૂતકાળમાં બિલ્હા વિસ્તારમાં જાેવા મળી હતી. અહીં એક વ્યક્તિના ઘરમાં ચોરી થઈ હતી, પરંતુ બીજા દિવસે તેને ચોરીનો સામાન પાછો મળી ગયો.
શોભારામ કોશલેએ પોતાના ગામની જમીન રોહિત યાદવ નામના વ્યક્તિને વેચી દીધી હતી, જમીનની નોંધણી ૨૭ માર્ચે થઈ હતી. મળતી માહિતી મુજબ શોભારામ કોસલેને જમીન વેચીને ચેક અને રોકડ રકમ મળી હતી. આ રોકડ રકમમાંથી શોભારામે તેના ઘરના ભોંયરામાં ૯૫,૦૦૦ રૂપિયા રાખ્યા હતા. બીજા દિવસે શોભારામે જાેયું તો બોક્સ સહિતની આખી રકમ ગાયબ હતી.
શોભારામના ઘરમાંથી કોઈએ પૈસાની ચોરી કરી હતી. ઘટના બાદ શોભારામ કોશલેએ ૧ એપ્રિલે બિલ્હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ પછી કંઈક એવું થયું કે પોલીસ અને શોભારામ પોતે પણ ચોંકી ગયા અને ખુશ પણ થઈ ગયા.
જ્યારે પોલીસ ચોરને શોધી રહી હતી, ત્યારે શોભારામને તેનું બોક્સ ઘરના આંગણામાં મળ્યું. શોભારામની બારી પાસે પૈસાથી ભરેલું બોક્સ પડેલું હતું અને આશ્ચર્યની વાત એ છે કે તેમાં પૂરા ૯૫,૦૦૦ રૂપિયા હતા.
જેના પરથી હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને પોલીસે ચોરને શોધવા માટે કરેલી ત્વરીત કાર્યવાહી જાેઈને ચોર ડરી ગયો હતો.
ચોરેલી પેટી આખી રકમ સાથે શોભારામના ઘરે પાછી મૂકી દીધી. શોભારામ પૈસા પાછા મળતા ખુશ છે અને ચોરેલા પૈસા પાછા મેળવવામાં ભાગ્યશાળી હતો. જાેકે, પોલીસ હજુ પણ ચોરને શોધી રહી છે.SS1MS