Western Times News

Gujarati News

વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા જેવી બાબતો

અમદાવાદ, એન્જીનિયરીંગ અને બી.એસ.સી. (Engineering or B.Sc.) કર્યા બાદ વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ આઈ. એલ. ટી.એસ.IELTS અને જી.આર.ઈ. GRE જેવી પરિક્ષા આપવી જરૂરી છે. ખાસ કરીને અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓને આઈ. એલ.ટી.એસ. અને જી.આર.ઈ.(Graduate Record Examination) ની પરિક્ષા ફરજીયાત છે.

ભારતમાં એન્જીનિયરીંગ કર્યા બાદ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે એમ.એસ. MS (માસ્ટર્સ ડિગ્રી) ભણવા માંગતા વિદ્યાર્થીઓએ આઈ.એલ.ટી.એસ.માં ૬.૫ કે તેથી વધુ બેન્ડ લાવવા જરૂરી છે તેવી જ રીતે જી.આર.ઈ.ની GRE પરિક્ષામાં 320થી વધુ સ્કોર લાવવો જરૂરી છે.

જી.આર.ઈ.ની પરિક્ષા માટે વિદ્યાર્થીને ત્રણ મહિના જેટલી તૈયારી કરવી જરૂરી છે. આઈ.એલ.ટી.એસ.ની IELTS પરિક્ષા જો સ્કોર સારો આવ્યો ન હોય તો,  વર્ષમાં ગમે તેટલી વખત આપી શકાય છે.

આઈ. ઇ. એલ.ટી.એસ.ની (IELTS) પરિક્ષા વિષે સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હોય છે કે તે સામાન્ય જ્ઞાન અંગેની પરિક્ષા છે પરંતુ આઈ.ઇ. એલ.ટી.એસ.માં ફક્ત વિદ્યાર્થીના અંગ્રેજી ભાષાના જ્ઞાનની જ ચકાસણી કરવામાં આવતી હોય છે, આ પરિક્ષાના અંગ્રેજી ભાષામાં સ્પિકીંગ, લિસનીંગ, રીડીંગ અને રાઈટીંગ એમ ચાર મોડ્યુલ હોય છે. અને પરિક્ષક આ ચારેય મોડ્યુલ મુજબ વિદ્યાર્થીના અંગ્રેજી ભાષા પરના કાબુની ચકાસણી કરી કુલ ૯ બેન્ડમાંથી પરિણામ આપે છે, અને જા કોઈ વિદ્યાર્થીને ઓછા બેન્ડ આવે તો તે ફરી વખત પરિક્ષા આપી શકે છે.

સામાન્ય રીતે જો ૭ કે તેથી વધુ બેન્ડ આવે તો તે સારા બેન્ડ ગણાય છે અને વિદેશમાં યુનિવર્સિટીમાં એડમીશન મેળવવું સરળ રહે છે. જ્યારે કોલેજમાં એડમિશન માટે ૬.૫ બેન્ડ જરૂરી છે. ૫.૫થી ઓછા બેન્ડ મેળવનાર વિદ્યાર્થીને વિદેશમાં એડમીશન મળવાની શક્યતા ઘણી ઓછી રહે છે. આ પરિક્ષામાં પાસ કે ફેઈલ જેવું કશું હોતું નથી માત્ર બેન્ડ જ આપવામાં આવે છે.

વિદેશમાં ભણવા ઈચ્છુક વિદ્યાર્થીએ આઈ.ઈ.એલ.ટી. એસ. IELTS ઉપરાંત પોતાની સ્ટ્રીમ મુજબ અન્ય પરિક્ષાઓ પણ આપવી જરૂરી છે. જેમ કે એમ.એસ. કોમ્પ્યુટર સાયન્સ MS Computer Science કરવા માટે અમેરિકામાં જી.આર.ઈ. GRE ફરજીયાત છે.

આઈ. એલ.ટી.એસ.નું રીઝલ્ટ ૧૫ દિવસ બાદ આવે છે. જ્યારે જી.આર.ઈ.ની પરિક્ષા વર્ષમાં પાંચ વખત આપી શકાય છે અને તેનું પરિણામ પરિક્ષા આપી હોય તે જ દિવસે મળે છે.

જે વિદ્યાર્થીઓ બી.એસ.સી. કે બી.કોમ. કર્યુ હોય તે પણ આઈ.એલ.ટી.એસ.ની પરિક્ષા આપી શકે છે અને કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ભણવા જઈ શકે છે. પરંતુ કેનેડા અને ઓસ્ટ્રેલિયાની ટોપ ૧૦ ગણાતી યુનિવર્સીટીમાં ભણવા માટે આઈ.એલ.ટી.એસ. અને જી.આર.ઈ. બંને પરિક્ષા આપવી ફરજીયાત છે.

– ૩ ટોચની યુનિવર્સિટીઓ માટે કેટલો GRE સ્કોર જરૂરી છે?
ટોચની યુનિવર્સિટીઓ માટે સરેરાશ GRE સ્કોર બધા પ્રોગ્રામ્સમાં બદલાય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે, તમારે મૌખિક તર્ક અને માત્રાત્મક તર્ક બંને વિભાગમાં ૧૬૦ થી વધુનું લક્ષ્ય રાખવું જોઈએ. આનો અર્થ એ કે, ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાની સારી તક માટે તમારું લક્ષ્ય જીઆરઇ સ્કોર ૩૨૦ ની ઉપર હોવો જરૂરી છે.

એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે, ઘણી યુનિવર્સિટીઓ ફક્ત તમારા ક્વોન્ટિટેટિવ રિઝનિંગ સ્કોરને ધ્યાનમાં લે છે, જે ટોચની યુનિવર્સિટીઓમાં સારી તક માટે ૧૬૦ થી ઉપર હોવી જોઈએ.

માસ્ટર ઇન કમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામ (M.Sc. in Computer Science) માટેની કેટલીક ટોચની યુનિવર્સિટીઓમાં GRE સ્કોર 300થી વધુ હોવો જરૂરી છે. 

હાર્વર્ડ યુનિવર્સિટીઃ જીઆરઇ ક્વોન્ટ (૧૫૭-૧૬૧); જીઆરઇ વર્બલ (૧૫૦-૧૫૪), સ્ટેનફોર્ડ યુનિવર્સિટીઃ જીઆરઇ ક્વોન્ટ (૧૬૨-૧૬૬); જીઆરઇ વર્બલ (૧૫૨-૧૫૬), એમઆઈટીઃ જીઆરઇ ક્વોન્ટ (૧૬૨-૧૬૬); જીઆરઇ વર્બલ (૧૫૨-૧૫૬), યુસી બર્કલેઃ જીઆરઇ ક્વોન્ટ (૧૬૨-૧૬૬); જીઆરઇ વર્બલ (૧૫૨-૧૫૬), કોલમ્બિયા યુનિવર્સિટીઃ જીઆરઇ ક્વોન્ટ (૧૫૭-૧૬૧); જીઆરઇ વર્બલ (૧૫૦-૧૫૪), યુસીએલએઃ જીઆરઇ ક્વોન્ટ (૧૫૭-૧૬૧); જીઆરઇ વર્બલ (૧૫૦-૧૫૪)

આ ઉપરાંત એન્જીનિયરીંગ કે બી.એસ.સી. ની ફાયનલની પરિક્ષા આપતાં વિદ્યાર્થીઓ ગેટની  (GATE- Graduate Aptitude Test in Engineering) પરિક્ષા પણ આપી શકે છે. આ પરિક્ષા આપ્યા બાદ સરકારના પબ્લીક સેક્ટર યુનિટ એટલે કે પી.એસ.યુ.માં નોકરી મળવાની શક્યતાઓ વધી જાય છે. ભારતમાં જ સ્થાયી થવા માંગતા વિદ્યાર્થીઓ બેચલરની ડિગ્રી મળ્યા બાદ ગેટની એક્સામ આપી પી.એસ.યુ. કે અન્ય ખાનગી મોટી કંપનીઓમાં નોકરી મેળવી શકે છે.

GATE is an online national level examination conducted for Master of Engineering (ME), Masters in Technology (MTech) and direct PhD admissions to Indian Institutes of Technology (IITs), National Institutes of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs) and other institutes/universities across India.

The exam is jointly conducted by IIT Bombay, IIT Delhi, IIT Guwahati, IIT Kanpur, IIT Kharagpur, IIT Madras, IIT Roorkee and Indian Institute for Science, Bangalore (IISC Bangalore), on a rotational basis on behalf of the National Coordination Board (NCB – GATE), Department of Higher Education, Ministry of Human Resource & Development (MHRD), Government of India.

IIT Delhi, GATE 2020 માટેની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાએ 9 જુલાઈ, 2019 ના રોજ પરીક્ષા સંબંધિત તારીખોની ઘોષણા કરી હતી. ગેટ 2020 આવતા વર્ષે 1, 2, 8 અને 9 ફેબ્રુઆરીએ યોજાય છે. જો કે, ગેટ 2020 માટેની ઓનલાઇન નોંધણી 31 ઓગસ્ટ, 2020 થી શરૂ કરવામાં આવશે, અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર છે. અને ફી ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.