આ મહિલા છે ૮ હજારથી વધુ વૃક્ષોની માતા
૧૧ર વર્ષીય શતાયુ સાલુમરદા થિમ્મક્કા અનેક માટે પ્રેરણામૂર્તિ
અત્યારની પેઢીને પર્યાવરણ બચાવવાનું શીખવવામાં નહીં આવે તો ભવિષ્ય ભારે પડકારજનક રહેશે. આજે આપણે જેની વાત કરીશું તેમણે ખરા અર્થમાં પર્યાવરણ બચાવો ઝુંબેશને સાર્થક કરી છે. એટલે જ તો આઠ હજારથી વધુ વૃક્ષોની માતા તરીકેનું બિરુદ તેણીએ મેળવ્યું છે. ૧૧ર વર્ષીય કર્ણાટકના સાલુમરાદા થિમ્મકકાને આલા મરાડા થિમ્મકકા તરીકે અને રાજયના ભારતીય પર્યાવરણવિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Salumrada Thimmakka from Karnataka India
હુલીકલ અને કુદુર વચ્ચેના ૪પ કિ.મી.ના વિસ્તારમાં સતાયુ દાદીએ ૩૮પ જેટલા વડના વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનું કાર્ય કર્યું છે. આ સાથે તેણીએ લગભગ આઠ હજાર અલગ-અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરી તેના જતનનું કામ સુપેરે ઉપાડ્યું છે. સાલુમરાદા થિમ્મક્કાએ તેમના પતિની મદદથી વૃક્ષોનું વાવેતર અને જતનનું કામ આદર્યું હતું. This 103-year-old woman from Karnataka has grown 384 banyan trees
સાલુમરદા થિમ્મકકાએ શાળાએ જઈને કોઈ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી પરંતુ તેણીએ ઘર નજીકની ખાણમાં મજૂર તરીકે કામ કર્યું હતું. વર્ષ ર૦૧૯માં પર્યાવરણ બચાવો ઝુંબેશના માટે કેન્દ્ર સરકારે તેણીને પદ્મશ્રી આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત લોસ એન્જલસ અને ઓકલેન્ડ, કેલિફોર્નિયા સ્થિત યુ.એસ. પર્યાવરણીય સંસ્થાને થિમ્માક્કાના પર્યાવરણીય શિક્ષણ માટેના સંસાધનો તરીકે બિરદાવતા સન્માનિત કર્યા હતા. કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીએ વર્ષ ર૦ર૦માં થિમ્મક્કા માટે માનદ ડોકટરેટની જાહેરાત કરી હતી.
સતાયુ થિમ્મક્કા પતિના મૃત્યુ બાદ પણ વૃક્ષોના જાળવણી-જતનમાં લાગેલા રહ્યા છે. થિમ્મક્કા અને તેના પતિએ આ વૃક્ષોમાંથી રોપાની કલમ બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રથમ વર્ષમાં દસ રોપાઓની કલમ બનાવવમાં આવી હતી અને તે કુદુરના પડોશી ગામ નજીક પાંચ કિમી.ના અંતરે તેનોઉછેર કર્યો હતો.
બીજા વર્ષે ૧પ અને ત્રીજા વર્ષે ર૦ રોપા રોપવામાં આવ્યા હતા. તેણીએ આ વૃક્ષો વાવવા માટે તેના નજીવા સંસાધનોનો ઉપયોગ કર્યો. રોપાને પાણી આપવા માટે દંપતી ચાર કિ.મી. સુધી પાણીની ચાર પાટીઓ લઈને જતું હતું. વૃક્ષોને બચાવવા માટે તેઓએ કાંટાળી ઝાડીઓની વાડ કરીને ઢોરથી સુરક્ષિત રાખ્યા હતા. જેથી વૃક્ષોનો ઉછેર તેની મહતમ ગતિએ થયો હતો.
દેશભરમાં ઠેકઠેકાણે વનીકરણના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે થિમ્મક્કાને આમંત્રિત કરવામાં આવે છે. તેણી તેના ગામમાં યોજાતા વાર્ષિક મેળા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી બાંધવા જેવી અન્ય સામાજિક પ્રવૃતિમાં પણ ભાગ લે છે. પતિની યાદમાં તેના ગામમાં હોસ્પિટલ બાંધવાનું સ્વપ્ન પણ જોયું આ હેતુ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી છે.
આજે જયારે જળવાયુ પરિવર્તનથી દુનિયાભરમં હાહાકાર મચ્યો છે ત્યારે કહેવાનું મન થઈ જાય કે હજુ પણ જાગીશું નહીં તો ભવિષ્ય ભારે અંધકારમય બની રહેશે. સતાયુ થિમ્મક્કાએ તેના સમગ્ર જીવનને વૃક્ષોના સંરક્ષણ અને જતન પાછળ ખર્ચી કાઢયા છે ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આંગણે વાવીએ વૃક્ષ ઝુંબેશને ખરા અર્થમાં સાકાર કરીએ.