Western Times News

Gujarati News

વિનોદ ખન્ના અને તેમના પુત્ર અક્ષય ખન્ના બંને સાથે કામ કર્યુ હતું આ અભિનેત્રીએ

ફિલ્મ જગતની ટોચની એક્ટ્રેસ જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક ફ્લોપ ફિલ્મથી કરી હતી-આ એક્ટ્રેસે બાપ-દીકરા બંને સાથે રોમાન્સ કર્યાે, હીરો કરતાં પણ વધુ ફી વસૂલતી

મુંબઈ,  ફિલ્મ જગતની ટોચની એક્ટ્રેસ જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક ફ્લાપ ફિલ્મથી કરી હતી. પરંતુ એક ડાયરેક્ટરે એક એક્ટ્રેસને ઘણી ફ્લોપ ફિલ્મો આપ્યા પછી તેને ફરીથી લાન્ચ કરી અને એક્ટ્રેસ રાતોરાત સ્ટાર બની ગઈ.

એટલું જ નહીં, આ એક્ટ્રેસ જે હિટ થવાની ગેરંટી આપતી હતી, તે ઋષિ કપૂર સાથે હંમેશા ફ્લાપ રહી.એક્ટિંગની દુનિયાની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ જેને ઘણા કલાકારોની કારકિર્દી બનાવવા માટે પણ સાઈન કરવામાં આવતી હતી. એ એક્ટ્રેસ પોતાની એક હસીથી લોકોને પોતાના દિવાના બનાવી દેતી હતી. જ્યારે પણ આ એક્ટ્રેસ ઋષિ કપૂર સાથે જોવા મળતી ત્યારે તેને ફ્લાપ કહેવામાં આવતી.

ફિલ્મી દુનિયાની એ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ લાખોનાં દિલની ધડકન માધુરી દીક્ષિત છે. માધુરી એક એવી એક્ટ્રેસ છે જેણે પોતાના કરિયરમાં પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ કર્યાે છે અને તે ફિલ્મો પણ હિટ સાબિત થઈ છે.

માધુરી દીક્ષિત લાંબા સમયથી બોલિવૂડમાં એક્ટિવ છે. તેણે સલમાન ખાનથી લઈને શાહરુખ ખાન સુધીના ઘણા સ્ટાર્સ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. એક્ટ્રેસે ૮૦ના દાયકામાં ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે કામ કર્યું હતું. પછી ૧૯૯૭માં, તેણે ‘મોહબ્બત’માં તેમના પુત્ર અક્ષય ખન્ના સાથે રોમાન્સ કર્યાે હતો.

દયાવાનમાં માધુરી દીક્ષિતના બોલ્ડ દ્રશ્યો બહુ ફેમસ થયા. તે સમયે બંને વિશે ઘણી ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, માધુરીએ પોતે વર્ષાે પછી કબૂલ્યું કે આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય ખોટો હતો. બાદમાં તેણે તેના પુત્ર સાથે પણ પડદા પર રોમાન્સ કર્યાે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.