Western Times News

Gujarati News

ભારત આઝાદ થયા પછી ગોવા-દિવ-દમણ અને દાદરા નગર હવેલી 7 વર્ષ પછી આઝાદ થયા હતા 

દાદરા નગર હવેલી ૨ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થયું હતું

(જૂઓ શું છે ઈતિહાસ) દાદરા નગર હવેલીનો ૭૧મો મુક્તિદિવસ -આજે ઉજવણીઃ પૂર્વ સંધ્યા સુધી ચાલેલી તડામાર તૈયારીઓ -૭૧મા મુક્તિ દિવસ નિમિત્તે નવી કલેક્ટર કચેરી પરિસરમાં ધ્વજવંદન કરાશે

સેલવાસ, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીનો ૭૧મો મુક્તિ દિવસ નિમિત્તે નવી કલેક્ટર કચેરી પરિસરમાં ધ્વજવંદન કરીને ઉજવવામાં આવશે. ૨ ઓગસ્ટના રોજ સવારે પોલીસ, રિઝર્વ બટાલિયન, હોમગાર્ડ ટીમ અને એનસીસી કેડેટ્‌સ પરેડ કરશે અને અમર સેનાનીઓને સલામી આપશે.

આ કાર્યક્રમમાં સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય પક્ષોના વડાઓ ભાગ લેશે.

ધ્વજવંદન પહેલા કલેક્ટર ભાનુપ્રભા, નગરપાલિકાના સભ્યો અને સરકારી વિભાગીય અધિકારીઓ સાથે ઝંડા ચોક ખાતેના શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ ક૨શે. આ પછી ૯ કલાકે કલેક્ટર કચેરી પાસે મુક્તિ દિવસના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાશે. સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તમામ સરકારી કચેરીઓ અન્ય દિવસોની જેમ ખુલ્લી રહેશે. દાદરા નગર હવેલી ૨ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થયું હતું.

આઝાદી પછી, ૧૯૬૧ માં, તે ભારતીય પ્રજાસત્તાકમાં કેન્દ્રીય વહીવટ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. This Day in The History | Liberation Day: Dadra and Nagar Haveli Freed from Portuguese Rule on August 2, 1954

મુક્તિ દિવસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, જવાનોએ સ્થળ પર પરેડ ની પ્રેક્ટિસ કરી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ૧૯૫૪માં ૨જી ઓગસ્ટના દિને પોર્ટુગીઝોનું ચંગુલમાંથી આઝાદ થયું હતું.જેની શરૂઆત દાદરા ગામે ૨૨ જુલાઈના રોજથી થઈ હતી. બીજી ઓગસ્ટના દિવસે આદિવાસી એકતા પરિષદના સેનાનીઓના પ્રતિનિધિઓ દ્વારા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના માન સન્માનમાં સંઘ પ્રદેશ સિલવાસા ની

વિવિધ પંચાયતો દ્વારા લોક પ્રતિનિધિઓ દ્વારા વીર સ્વાતંત્રત્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને અને બીજી ઓગસ્ટ એટલે કે દાદરા નગર હવેલી મુક્તિ આવે તે પહેલા સાત દિવસ સુધી આદિવાસી સમાજ દ્વારા તારપા મહોત્સવ ઉજવવામાં આવે છે. વિવિધ પંચાયતોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ૨૨જુલાઈ નો દિવસ તથા દાદરા નગર હવેલીના પ્રજાજનો માટે ઘણો મહત્વનો દિવસ છે. કારણ કે, આ દિવસથી પ્રદેશમાં સ્વતંત્રદિવસની શરૂઆત થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.