અમેરિકામાં વિનાશક હુમલા કરવા માટે આ ગ્રુપ કરી રહ્યુ છે તૈયારી

File
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના ત્રાસવાદ વિરોધી સંરક્ષણ દળના એક વિશિષ્ટ અધિકારીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે મેક્સિકોમાંથી સરહદ ઓળંગી ઘુસી આવેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (ખિલાફત)ની ખોરાસન વિભાગની ”અલ્ટ્રા વાયોલન્ટ બ્રાન્ચ” (અત્યંત હિંસક શાળા)ના ત્રાસવાદીઓ સરળતાથી અમેરિકામાં ઘુસી શકે તેમ છે અને મોસ્કોમાં કરેલા વિનાશક હુમલા જેવા હુમલા કરી શકે તેમ છે.
કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ (સીબીપી)ના અધિકારીઓ જણાવે છે કે તેમણે ૨૦૨૧માં ૧૫ સસ્પેકટેડ ટેરરિસ્ટસને પકડી પાડયા હતા. ૨૦૨૨ માં ૯૮ આવા ત્રાસવાદીઓ પકડાયા હતા અને ૨૦૨૩ માં ૧૬૯ શંકાસ્પદ ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પોતાનું નામ ન આપવાની શરતે એક ફેડરલ અધિકારીએ ”ધી-પોસ્ટ”ને જણાવ્યું હતું કે (આઈ.એસ.આઈ.એસ.) કે (ખુરાસાન) સ્વયં હિંસક છે પરંતુ તેની એક શાખા તો અત્યંત હિંસક છે.
તેઓ મેક્સિકોમાંથી ઘુસી આવી કોઈ ”મોટું નિશાન” પાડવાની તજવીજમાં છે. અમેરિકાની ધરતી ઉપર હુમલો થવાની પુરેપુરી શક્યતા છે. એ હુમલા દ્વારા તેઓ આપણને ‘મેસેજ’ આપવા માંગે છે. તેઓ મેક્સિકોની સરહદેથી પહેલા છુટક છુટક રીતે ઘુસી રહ્યા છે. તે પછી તેઓ કોઈ ”પૂર્વ નિશ્ચિત” સ્થળે ભેગા થવાના છે. તેવા જાસુસી અહેવાલો છે.
પરંતુ હજુ તે સ્થળ કે સમય વિષે નિશ્ચિત માહિતી નથી. આમ છતાં એક વાત નિશ્ચિત છે કે અમેરિકાની ભૂમિ ઉપર પ્રચંડ આતંકી હુમલો થવાનો જ છે. તે રીતે તેઓ મેસેજ આપવા માગે છે. તે માટે તેઓ ઠેક ઠેકાણે ફરી તેમના જુથમાં ભર્તી કરી રહ્યા છે. આથી ફેડરલ એજન્સીઝ તે વાતને ગંભીરતાપૂર્વક લઈ રહી છે. તેઓ આપણને ધિક્કારે છે અને જે માટે આપણે ઊભા છીએ. તેને પણ ધિક્કારે છે. તેઓ બળવાન બન્યા છે. હિમ્મતવાન પણ બન્યા છે.
કેટલાક નિષ્ણાતો તેમ માને છે કે આ આંતકીઓ અમેરિકાને બદલે યુરોપને નિશાન બનાવશે. તો બીજી તરફ અમેરિકાના પુર્વ કેપ્ટન કહે છે કે ખુલ્લી સરહદો અત્યંત ચિંતાજનક બની રહી છે. મોસ્કો હુમલા પછી ત્રાસવાદીઓ સરળતાથી ઘુસી શકે તેમ છે. તેમાંથી માત્ર થોડા જ સશસ્ત્ર ત્રાસવાદીઓ કોઈ મોટી ઈવેન્ટ જેવી કે કોન્સર્ટ (સંગીત સમારોહ) કે બેઝબોલ ગેઈમ જેવા પ્રસંગોએ અચાનક ઘુસી વિનાશ વેરી શકે તેમ છે. તેઓએ ધી પોસ્સે આ પ્રમાણે જણાવ્યું હતું.