ગીરગઢડા તાલુકાના આ ગામના બાળકોને આ રીતે જવું પડે શાળાએ
ગીરગઢડા તાલુકાના બોડીદર, સોનપરા, ભિયાળ ગામના લોકોને તાલુકા મથક ગીરગઢડા ખાતે પહોંચવા બોડીદર- જાંજરિયાં વચ્ચે પેવર રોડ બનાવ્યો છે. પેવર રોડ હાલ બિસ્માર પણ બની ગયો છે.
નવો પેવર માર્ગ પણ બની જશે. પણ તંત્ર આ રોડ વચ્ચે પુલ બનાવવા તૈયાર જ નથી. બોડીદર ગામના અનેક ખેડૂતોની જમીન નદીના સામાકાંઠે આવેલી છે. જેથી ખેતરે જવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ મુશ્કેલીનો કારણે કેટલાક ખેડૂતો વાડીએ જ રહેવા જતા રહ્યા છે.
ખેડૂતોના બાળકોને શાળાએ જવા નદીમાંથી થઈને શાળાએ જવુ પડે છે. લોકો આટલી સમસ્યાનો સામનો કરતા હોવા છતાં કોઈ આગેવાનો પુલનો પ્રશ્ન હલ કરવા માટે આગળ આવતા નથી આમ, અધિકારીઓ અને પદાધિકારીઓ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.