Western Times News

Gujarati News

જન્મ-મરણના પ્રમાણપત્રમાં હવે આ મુજબ જ નીકળશેઃ નવો પરિપત્ર જાહેર

નામ (First Name) મિડલ નેમ (Middle Name) પછી અટક (Surname) : આ મુજબ જ નીકળશે જન્મ-મરણના પ્રમાણપત્ર

એકસૂત્રતા જાળવવા રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર

સુરત: ગુજરાત રાજયનાં તમામ જન્મ-મરણ નોંધણી એકમો ઉપર એકસૂત્રતા જળવાય તે હેતુસર ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને જન્મ મરણ પ્રમાણપત્રોમાં સૌપ્રથમ નામ (First Name) લખાવવા, ત્યાર પછી મિડલ નેમ (Middle Name) અને છેલ્લે અટક (Surname) લખાવવાની સૂચના આપવામાં આવી છે.

અત્યાર સુધી આ પ્રકારની કોઈ ગાઈડલાઈન ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઇડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી. આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને

આધાર કાર્ડ સહિતની બાબતોમાં સૌપ્રથમ જે તે વ્યક્તિનું નામ, ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવા તેમજ બાળકનાં પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌપ્રથમ નામ (First Name) લખાવવા, ત્યાર પછી મિડલ નેમ (Middle Name) અને છેલ્લે અટક (Surname) લખાવવાની સૂચના રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર ધ્વારા આપવામાં આવી છે.

આ મુજબની પધ્ધતી મરણ પ્રમાણપત્ર માટે પણ અનુસરવા રાજયના નાયબ મુખ્ય રજીસ્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આધારકાર્ડમાં બાળક, તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદીનું અને માતાના કિસ્સામાં તેના પિતાનું પણ નામ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ આ મુજબ પેટન અનુસરવાની રહેશે.

જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધાર કાર્ડ છે તેમણે આ બાબતે અત્યારે કોઈ સુધારો વધારો કે ફેરફાર કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આધારકાર્ડમાં ફેરફાર કરવાનો થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે. સરકારની આ સૂચના પછી હવે નવા જે આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવામાં આવી છે. આવી જ રીતે જન્મ મરણના દાખલામાં સિસ્ટમ તાત્કાલિક લાગુ કરવા માટે નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.