Western Times News

Gujarati News

ગુજરાતની આ નગરપાલિકાએ 7 વર્ષથી ૪ર કરોડનું વીજળીનું બીલ જ ભર્યું નથી

પાલીકાએ વીજબીલ ભરવા હાથ ઉંચા કરી દીધાઃ પાલિકા સામે વીજતંત્ર વામણું

ભુજ, કચ્છના મુખ્યમથક ભુજ નગર પાલીકાનું 42 કરોડ રૂપિયાનું તોતીગ લાઈટબીલ ભરવાનું બાકી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જે નાગરીકોએ છેલ્લા કેટલાક સમયથી બીલ નથી ભર્યા તેના કનેકશન પીજીવીસીએલ કટ કરે છે પરંતુ પાલીકા સામે વીજતંત્ર વામણું સાબીત થતું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

કચ્છ જીલ્લા મથક ભુજ શહેર ૧ અને રમાં વીજ બીલના લેણાનો આંક કરોડોને આંબી ગયો છે. શહેરમાં રૂ.૩.૬૦ કરોડ જેવી રકમ વીજ વપરાશકારો પાસે બાકી છે, તેમાં છેલ્લા બે મહીનાનું રૂ.૪૦ લાખ જેવી સૌથી મોટી રકમ ખુદ નગરપાલિકા કચેરીની બાકી છે. નગરપાલિકાનું છેલ્લા સાતથી આઠ વર્ષનું કુલ ૪ર કરોડ રૂપિયાનું લાઈટ બીલ બાકી છે.

શહેર રમાં રૂ.૪.૬૦ કરોડના વીજ બીલની ભરપાઈ બાકી હોવાનું પ્રાપ્ત થયું છે. પીજીવીસીએલ દ્વારા ભુજ સીટી ૧માં બાકી રહેલી રૂ.૩.૬૦ કરોડ રકમની વીજલેણાની વસુલાત માટે હાલ શહેરના વિસ્તારોમાં દૈનિક ધોરણે કામગીરી શરૂ કરાઈ હોવાનું શહેર ૧ સબ ડીવીઝનના નાયબ કાર્યપયાલક ઈજનેર એનડી ઠકકરે જણાવ્યું હતું કે તેમણે કહયું હતું કે વીજ બીલનું લેણું વસુલવા હાલ શહેરમાં તંત્રની ૧૦ ટીમ દરેક વિસ્તારમાં ફરી રહી છે.

દૈનિક ૩પ૦ થી ૪૦૦ જેટલા વીજ ગ્રાહકો બાકી રહેલા વીજબીલની રકમ જમા કરાવી રહયા છે. જયારે તાકીદ બાદ પણ લેણા ભરપાઈ ના કરતા ગ્રાહકોના વીજ કનેકશન કટ કરવામાં આવી રહયા છે. દરોરજના લગભગ ૧૦૦ જેટલા વીજકનેકશન હાલ ટીમી દ્વારા કટ કરવામાં આવી રહયા છે. બીજી તરફ શહેર રમાં પણ વીજલેણાનો આંક ૪.૬૦ કરોડ પહોચ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.