આ નવા વર્ષની સાંજે ઝી ટીવી પર ‘ગદ્દર’ ધુમ મચાવશે!
બોક્સ ઓફિસ પરની સૌથી મોટી હિટ, ગદ્દર ટુએ એક ફિલ્મથી કંઈક વધુ છે. લોકોની પ્રિય એવી આ સિનેમેટિક માસ્ટરપીસ એ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડને પાછળ છોડીને સિનેમા પ્રત્યેના જુસ્સાને ફરીથી પ્રજ્વલિત કર્યો છે, એટલું જ નહીં, પણ તેને દર્શકોને લાગણી અને ક્રાંતિથી વિકસિત કર્યા છે. થીએટરમાં તેમની બ્લોકબસ્ટર સફળતા બાદ, ગદ્દર ટુએ ઝી ટીવીના દર્શકોને 31મી ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 12 વાગે અને રાત્રે 9 વાગે જોવા મળશે.
અપર્ણા ભોંસલે, ચીફ ક્લસ્ટર ઓફિસર, ઝી ટીવી કહે છે, “બોક્સ ઓફિસ પર અદ્દભુત સફળતા મેળવ્યા બાદ, ગદ્દર ટુએ ઝી ટીવી પર પ્રિમિયર માટે તૈયાર છે, જે અમારા દર્શકોને આ નવા વર્ષની સાંજે ખુશી આપશે. આ ફિલ્મમાં એવી લાગણી છે, જે દિલને સ્પર્શે છે, તેની અસરકારક વાર્તાને લીધે તે એક મૂવીથી કંઈક વધુ એક લાગણી બની ગઈ છે.”
સન્ની દેઓલ, અમીષા પટેલ ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર દ્વારા અભિનિત આ મૂવીએ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદ્દર’ની વાર્તાને આગળ વધારી રહી છે, અહીં તારા સિંઘના દિકરાની રોમાન્ટિક વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વાર્તા ત્યાંથી શરૂ થાય છે, જ્યાર તારા સિંઘ (સન્ની દેઓલ) ભારત અને પાકિસ્તાનની વચ્ચે સહદી તનાવના દરમિયાન ખોવાય જાય છે. તેના પિતાને બચાવવા માટે જીતે (ઉત્કર્ષ શર્મા) પ્રતિબંધિત વિસ્તારમાં જાય છે.
‘ગદ્દર ટુ’એ એક નોંધપાત્ર કોમર્શિયલ સફળતા હાંસિલ કરી છે, તેને વિશ્વસ્તરે રૂ.691.08 કરોડનું કલેક્શન કર્યું છે અને ઇતિહાસમાં બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની છે. અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ અને ઝી સ્ટુડિયોસ દ્વારા ડિસ્ટ્રીબ્યુટેડ ગદ્દર ટુ એ એક એવી એક્શન થ્રિલર છે, જે આ નવા વર્ષની સાંજે દર્શકોનું ખરેખર મનોરંજન કરશે.