Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડના આ સ્ટાર બોલરે આંસુઓ સાથે છોડ્યું મેદાન

દુબઈ, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં જ ઈજાના કારણે મેટ હેન્રી ટીમની બહાર થયો હતો. રોહિત શર્મા અને મિચેલ સેંટનર ફાઇનલ મેચ માટે ટોસ માટે આવ્યા તે પહેલા જ્યારે મેટ હેન્રી મેદાન છોડી જઈ રહ્યો હતો ત્યારે અશ્રુભીની આંખે ખૂબ ભાવુક દેખાયો હતો. #ChampionsTrophy2025

ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ વચ્ચે મેટ હેન્રીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં મેદાન છોડતા સમયે તે રડતાં દેખાઈ રહ્યો છે. નોંધનીય છે કે સેમિફાઇનલ મેચમાં કેચ પકડતા સમયે મેટ હેન્રી ઈજાગ્રસ્ત થયો હતો. ફાઇનલ મેચ પહેલા સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્્યો નહોતો.

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં કિવિ ફાસ્ટર મેટ હેન્રી સૌથી સફળ બોલર સાબિત થયો હતો. તેણે સેમિફાઇનલ સુધી ટુર્નામેન્ટમાં ૧૦ વિકેટ ઝડપી છે. ભારત સામેની મેચમાં તેણે ફાઇફર એટલે કે ૫ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હેન્રીનો આ સ્પેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્પેલ હતો. ન્યૂઝીલૅન્ડ માટે આ ખેલાડીની ઈજા ચિંતાનો વિષય બની હતી કારણ કે હેન્રી ખભાની ઈજાના કારણે ફાઇનલ મેચ ગુમાવી હતી. Missing an ICC final at the peak of his form is heartbreaking for any cricketer.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.